Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરસીસી રોડનું કૌભાંડ:માનીતા ઇજારદારોને કામ અપાતા કોર્પોરેશનને ૮ કરોડનો ફટકો

-રોડ કોંક્રિટની મુખ્ય વસ્તુનો ભાવ ઘનમીટરે સીધો વધારી દેવાયો

વડોદરા,તા.21 મે 2018,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના માનીતા ઇજારદારોને ફાયદો કરી આપવા રીંગ થયાના કિસ્સા બન્યા છે તો માનીતા ઇજારદારોને કામ માટે કેટલાક નિયમો નેવે મુકવામાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં ફરી એકવાર આરસીસી રોડ બનાવવાના ઇજારામાં માત્ર એક આઇટમનો ભાવ પ્રતિ ક્યુબીક મીટર પ્રમાણે રૃા.૫૨૬૮થી સીધો રૃા.૭૬૫૬નો નક્કી કરી દઇ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા રૃા.૪૦ કરોડના ઇજારામાં કોર્પોરેશનને અંદાજે રૃા.૮ કરોડનું આર્થિક નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ધારાસભ્યો - સંસદસભ્યની ગ્રાન્ટમાંથી સરકારની લોકભાગીદારીની યોજનાના ભાગરૃપે ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ જેવી પ્રાથમિક સુવિધા પ્રજાને મળી રહે તે માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચાર ઝોનમાં ઝડપથી આરસીસી રોડના કામો પૂર્ણ થાય તે અંગે ચાર ઇજારદાર એસ.કે. મકવાણા, રાજ કંન્સ્ટ્રકશન, શકુ કન્સ્ટ્રકશન અને અગ્રવાલ કન્સ્ટ્રકશનને રૃા.૨૦-૨૦ કરોડના મળી કુલ રૃા.૪૦ કરોડના વાર્ષિક ઇજારો સોંપવામાં આવ્યો હતો. ૪૦ કરોડના ઇજારા માટે ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન કોર્પોરેશનના અધિકારીઓ, ઇજારદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગતથી  અંદર અંદર રીંગ કરી ઈજારદારોને કામ મળે તેવી પેરવી કરવામાં આવી હતી.


ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન  આર.સી.સી.રોડ માટે રોડ ક્રોન્કીટની મુખ્યવસ્તુ એમ.૨૫ જેનો જૂનો મંજૂર ભાવ પ્રતિ ક્યુબિક મીટરરૃા.૫૨૬૮ છે. તેના બદલે સીધો રૃા.૭૬૫૬ લખી દેવામાં આવ્યો છે. અન્ય તમામ ચીજોનો ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા.

Post Comments