Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાંચ વર્ષ પહેલા જ દોઢ કરોડનું સમારકામ છતાં બ્રિજનો એક હિસ્સો તુટી પડ્યો

ફેબુ્રઆરીમાં એનડીપી અને કોર ટેસ્ટ કરાવ્યા બાદ બ્રિજ જોખમકારક હોવાનુ સાબિત થયુ હતું

 

વડોદરા,તા.13 ઓક્ટોબર, શુક્રવાર

રણોલી રેલવે ઓવરબ્રિજ તુટી પડવાની ઘટના બાદ આ વિસ્તારમાં અવરજવર માટે હવે વાહનચાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ બ્રિજનું કામ સવા બે કરોડ રૃપિયાના ખર્ચે કરવામાં આવ્યુ હતુ અને છ વર્ષ પહેલાજ દોઢ કરોડ રૃપિયાનો ખર્ચ જેકેટીંગ સ્ટ્રેન્થનીંગ  માટે કરાયો હતો તેમ છતા બ્રિજની હાલત દિવસેને દિવસે ખરાબ થઈને  આખરે બ્રિજનો એક ભાગ ધરાશાયી થઇ ગયો હતો.

રણોલી રેલવે ઓવરબ્રિજનું કામ વર્ષ ૧૯૯૧માં શરૃ કરાયુ હતું અને વર્ષ ૧૯૯૫માં આ બ્રિજને વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજની હાલત વાહનોની અવરજવર માટે જોખમકારક હોવાથી ફેબુ્રઆરી-૨૦૧૭માં એનડીપી (નોન ડિસ્ટ્રક્ટેડ ટેસ્ટ) કરાવાયો હતો અને તેની સાથે સાથે કોર ટેસ્ટ પણ કરાયો હતો આ બંને ટેસ્ટના  રિપોર્ટમાં એવુ ફલિત થયુ હતુ કે  બ્રિજનું સુપર સ્ટ્રક્ચર ચાલે નહી જેના પગલે શહેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
એમટી વિભાગના ડેપ્યુટી ઇજનેર અમીને જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન આ બ્રિજનું દોઢ કરોડ રૃપિયાના ખર્ચે સમારકામ પણ કરવામાં આવ્યુ હતું જેમાં જેકેટીંગ અને સ્ટ્રેન્થનીંગના કામનો સમાવેશ થાય છે.  પાંચ વર્ષમાં બ્રિજની મજબુતાઇ સામે ફરીથી પ્રશ્નો ઉઠતા આખરે બંને ટેસ્ટ કરાવવાની જરૃર પડી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી તેમજ આજુબાજુ  સોડાએશનો ઉપયોગ કરતી ફેક્ટરીઓના કારણે બ્રિજ પર તેની અસર થઇ હતી. સોડાએશ સ્ટીલને નુકસાન કરે  છે જેના કારણે બ્રિજની મજબુતાઇ પર વધારે અસર પડે છે જો કે હવે જ્યારે નવુ બાંધકામ કરાશે ત્યારે તે બાબતને ધ્યાનમાં રાખીને કામ થશે.
 

Post Comments