Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રી મુક્ત જ્વેલર્સના બેંકલોન કૌભાંડ સામે મિલકતોની હરાજીની કાર્યવાહી

-સંચાલકો ફરાર થઇ ગયા બાદ બેંક ઓફ બરોડા એક્શનમાં આવી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૧૩ જુન 2018, બુધવાર

વડોદરાની શ્રી મુક્ત જ્વેલર્સ પેઢીના રૃા.૧૯૨.૭૮ કરોડના લોન કૌભાંડમાં હવે બેંક ઓફ બરોડાએ ઋણ વસુલી અધિકરણ વિભાગમાં જાણ કરી હતી જે આધારે હવે મે. શ્રી મુક્ત જ્વેલર્સની મિલકતો તા.૧૩-૭-૨૦૧૮ ના રોજ ઇ-હરાજીની પ્રક્રિયા થશે તેમ જાણવા મળે છે.


વડોદરાના અલકાપુરી સ્થિત શ્રીમુક્ત જ્વેલર્સના સંચાલકોએ બેંક ઓફ બરોડામાંથી અગાઉ રૃા.૩૦૦ કરોડની લોન મેળવી હતી તે લોન પર વ્યાજનું વ્યાજ ચઢી જતા ભરપાઇ નહીં કરી શકતા તે લોન ભરપાઇ કરવા વધારાની લોન મેળવી હતી. તે લોન મેળવવા મિલકતની બજાર કિંમત કરતા વધુ વેલ્યુએશનના બોગસ પુરાવા ઉભા કરવામાં આવ્યા હતાં.

એ જૂની લોન ભરપાઇ કરી હતી અને નવી મેળવવા બેંક ઓફ બરોડાના કેટલાક અધિકારીઓ અને ડાયરેક્ટરોની સીધી સંડોવણી બહાર આવી હતી.


આ જ્વેલર્સના સંચાલકોએ બેંક ઓફ બરોડામાંથી મેળવેલી લોનની થોડી ઘણી રકમ ભરપાઇ કરી અને છેલ્લે રૃા.૧૯૨.૭૮ કરોડની બાકી રકમ અને તેનું વ્યાજ ભરપાઇ નહીં કરી શકતા બેંક ઓફ બરોડા એ જ્વેલર્સની બેંક લોનને એનપીએ અને ત્યાર બાદ બેડલોન તરીકે જાહેર કરી હતી.


આ જ્વેલર્સના સંચાલકોએ શહેરના અને અનેક ખેડૂતો તેમજ મધ્યમવર્ગના લોકો પાસેથી વધુ વ્યાજની લાલચ આપી ડિપોઝીટો પણ મેળવી હતી પરંતુ તે રકમ અને વ્યાજ ચૂકવી શક્યા નહીં જેથી પેઢીનું ઉઠમણું થઇ જતાં બેંકો અને ડિપોઝીટ ધારકોના કરોડો રૃપિયા ડૂબી ગયા હતાં.


બેંક ઓફ બરોડાની બાકી રૃા.૧૯૨.૭૮ કરોડની લોનની રકમની વસુલાતની કાર્યવાહી દરમિયાન નોટીસ આપી તે બાદ પેઢીના મુખ્યસંચાલકનું અવસાન થયું હતું. અને તેમના કુટુંબીજનો પર નાણાં વસુલાત માટે લોકો અને બેંકોનું પ્રેસર વધતું જતાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા હતા હતાં.


બેંક ઓફ બરોડાએ ઋણ વસુલી અધિકરણ વિભાગને  જાણ કરતા હવે તેની ગીરવે મુકેલી મિલકતો પૈકી અલકાપુરી સ્થિત ત્રણ માળનો શોરૃમ, અલકાપુરી બરોડાનો બંગલો, માંજલપુર સ્થિત મુક્ત રેસિડેન્સી ખાતેનો ફ્લેટ, તથા ટાવર બી, પ્લોટ નં. ૩૪૨  અને વાઘોડિયા તાલુકાનાં લીમડા ગામ પાસે સર્વે નં. ૫૯૧ અને ૫૯૨ પૈકી જમીન અને ફાર્મ હાઉસની ઇ-હરાજી થશે.

Post Comments