Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રતાપનગર છોટાઉદેપુર ટ્રેન ટૂંક સમયમાં પુનઃ દોડતી થશે

-છોટાઉદેપુરના ગ્રામજનોની સમજાવટ બાદ

-ગેરકાયદે બનાવેલા રેલવે ક્રોસિંગ પર ટ્રેન આવ્યા બાદ પણ લોકો અવર જવર બંધ કરતા નથી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૧૩ જુન 2018, બુધવાર

છોટાઉદેપુરમાં કેટલાક લોકોએ ગેરકાયદે રેલ્વે  ક્રોસિંગ તૈયાર કરીને ટ્રેક પર માટી નાખી દેતા વિવાદ ઉભો થયો છે અને આ વિવાદને પગલે રેલવે દ્વારા વડોદરા છોટાઉદેપુર વચ્ચે ચાલતી ૪ ટ્રેનો રદ્દ કરી દીધી છે જે પૈકી એક ટ્રેન સંપુર્ણ રદ્ કરી દેવાઇ છે તો ત્રણ ટ્રેનોને ટુંકાવીને બોડેલી સુધી કરી દેવાઇ છે.

જો કે વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના પીઆરઓએ કહ્યું હતું કે ગ્રામજનો સાથે વાતચીત ચાલી રહી છે અને વિવાદનો ટુંક સમયમાં અંત આવી જશે અને રદ્ કરાયેલી ટ્રેનો ટૂંકમાં જ ફરી દોડતી થશે તેવી આશા છે.


 'છોટાઉદેપુરના લોકોએ ગેરકાયદે રેલવે ક્રોસિંગ બનાવી દીધુ છે અને ત્યાંથી લોકો પગપાળા તથા વાહનો લઇને પસાર થઇ રહ્યા છે. ટ્રેન પસાર થાય ત્યારે લોકો ટ્રેક પરથી અવર જવર બંધ કરતા નથી જેના કારણે ટ્રેનને સ્ટોપ કરવી પડે છે અને વારંવાર હોર્ન માર્યા બાદ પણ લોકો અવર જવર બંધ કરતા નથી.

એટલે લોકોના જીવના જોખમનો પ્રશ્ન ઉભો થયો છે' તેમ કહેતા વડોદરા ડિવિઝનના પીઆરઓ ખેમરાજ મીણાએ ઉમેર્યુ હતું કે 'જોખમ ટ્રેન અને ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે પણ ઉભુ થયુ છે કેમ કે ક્રોસિંગ માટે લોકોએ ટ્રેક પર માટી નાખી દીધી છે અને રેલવે અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રેન માટે આ ટ્રેક જોખમી હોવાનો રિપોર્ટ પણ આપ્યો છે એટલે આ કારણોથી ટ્રેન રદ કરી દેવાઇ છે.

Post Comments