Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાવાસીઓને પોલીસે ઘોડેસવારી શીખવવાનુ શરૃ કર્યુ

વડોદરા પોલીસે હોર્સ રાઈડિંગ ક્લબ શરૃ કરી

જાણો વડોદરા પોલીસ પાસે કેવા અશ્વો છે

 

પ્રતાપનગર સ્થિત પોલીસ વિભાગ હસ્તકનાં ઘોડાના તબેલામાં હાલમાં પાંચ ઘોડી અને ચાર ઘોડા છે. પોલીસ કર્મચારીઓ માટે અત્યાર સુધી ટ્રેનીંગ આપવામાં આવતી હતી. પરંતુ હવે એપ્રિલ મહિનાથી પોલીસ કમિશનરે હોર્સ રાઇડીંગ કલબની રચના કરી છે, જેમાં પ્રજાજનોને ઘોડેશ્વારીની બેઝીક તાલીમ આપવાની શરૃઆત કરાવી છે.
પોલીસ ટ્રેનીંગ માટે ૪૨ અઠવાડિયાની પ્રોફેશનલ ઘોડેશ્વારીની ટ્રેનીંગ આપવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓ અને અન્યો માટે ફી રાખીને તાલીમ આપવામાં આવી રહી છે જેનો હાલમાં ૪૨ સભ્યો લાભ લઇ રહ્યા છે.

 

માઉન્ટેડ વિભાગના પી.એસ.આઇ. બેલીમ અલીઅહેમદ કહે છે કે, હોર્સ રાઇડીંગ ક્લબમાં જે તાલીમાર્થીઓ આવે છે તેને પ્રથમ દિવસે સ્પષ્ટ જણાવવામાં આવે છે કે, ઘોડાઓ વાહન નથી તેની સાથે દોસ્તી કરવાથી જ સવારી કરી શકાય છે.
વડોદરા પોલીસ પાસે હાલમાં સાયરસ નામનો સૌથી જૂનો ૩૦ વર્ષનો વફાદાર ઘોડો ફરજ બજાવે છે. આ ઉપરાંત શેરા, ડાયમંડ અને જેશ છે જ્યારે પાંચ ઘોડીમાં ચાંદની (૧) ચાંદની (૨), સ્ટોમી, પૂંજા અને લાલીનો સમાવેશ થાય છે.
પોલીસ વિભાગ પાસે કાઠીયાવાડી, મારવાડી, દેશી, તેમજ 'થ્રો બીડ' જાતના ઘોડા છે. સરકારે ૧૧ ઘોડાનું મહેકમ મંજૂર કરેલું છે. તાલીમ માટે વિદ્યાર્થીઓ માટે રૃા.૫૦૦ અને અન્યો માટે રૃા.૧૦૦૦ માસિક ફી રાખવામાં આવી છે.

 

Post Comments