Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વસઇ-નાલાસોપારા વચ્ચે હજુ પણ ટ્રેક પર પાણી હોવાથી ગરીબરથને વડોદરા સ્ટેશન પર રોકી દેવાઇ મુસાફરોને અન્ય

-આજે ગોલ્ડન ટેમ્પલ અને શતાબ્દી એક્સપ્રેસ રદ્

-વડોદરા પેસેન્જર એસોસિએશન દ્વારા સ્ટેશન પર ૧૫૦૦થી વધુ મુસાફરોને વેફર, બિસ્કિટ અને પીવાના પાણીની બોટલ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.11 જુલાઇ 2018,બુધવાર

મુંબઇના વસઇ અને નાલાસોપારા સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ભરાયેલા પાણીના કારણે આજે બીજા દિવસે પણ અમદાવાદ-વડોદરા-મુંબઇ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો. કુલ ૧૫ ટ્રેન કેન્સલ કરાઇ હતી, તો ૧૯ ટ્રેન શોર્ટ ટર્મિનેટ, ૪ ટ્રેન પાર્ટલી કેન્સલ અને દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં જતી ૫ ટ્રેનોને સુરતથી જલગાવ રૃટ ડાઈવર્ટ કરાઇ હતી જ્યારે ૪ ટ્રેનો ૫ થી ૬ કલાક મોડી પડી હતી. દિલ્હી-બાંદ્રા ગરીબરથ એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર રોકી દેવાઇ હતી.

ગત રાત્રે ૧૦ વાગ્યે દિલ્હીથી બાંદ્રા જવા નીકળેલી ગરીબરથ એક્સપ્રેસને આજે સવારે ૧૧ વાગ્યે વડોદરા સ્ટેશન પર ટર્મિનેટ કરીને રોકી દેવાઇ હતી. ટ્રેન કેન્સલ થતાં આ ટ્રેનમાં સવાર સુરત, વાપી અને મુંબઇના આશરે ૭૫૦ મુસાફરોને વડોદરા સ્ટેશન પર ઉતારી દેવાયા હતા .જો કે રેલવે દ્વારા તેમને અન્ય ટ્રેનોમાં મુંબઇ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મુસાફરોને પશ્ચિમ એક્સપ્રેસ, જનતા એક્સપ્રેસ, સયાજી એકસપ્રેસ જેવી ટ્રેનોમાં મોકલવામાં આવ્યા હતા.


પરંતુ લાંબી મુસાફરી કરીને આવેલા મુસાફરો પાસે પીવાનું પાણી પણ ખૂટી પડયુ હતું આવા સંજોગોમાં રેલવે પેસેન્જર એસોસિએશન મદદે આવ્યુ હતું અને ગરીબરથ એક્સપ્રેસ ઉપરાંત અન્ય ટ્રેનોના મુસાફરોને ૫૦૦ પેકેટ્સ વેફર, ૮૫૦ પેકેટ્સ બિસ્કિટ અને પીવાના પાણીની ૧૫૦૦ બોટલનું વિતરણ કર્યુ હતું.


ઉલ્લેખનીય છે કે વડોદરા ડિવિઝન દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આવતીકાલે એેટલે કે તા.૧૨ જુલાઇ ગુરૃવારે પણ અમૃતસર મુંબઇ સેન્ટ્રલ ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ અને મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ રદ્ કરાઇ છે.

Post Comments