Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફી વધારાના મામલે રાજ્યના તમામ વાલીઓ વડોદરામાં એકઠા થશે

symbolic image

ફી નિર્ધારણ સમિતિમાં વાલીઓની જ બાદબાકી સામે ચાલી રહેલુ વાલીઓનુ આંદોલન હવે તેજ બની રહ્યુ છે. કાલે ગાંધીનગર ગયેલા રાજ્યના વાલી મંડળના પ્રતિનિધિઓને શિક્ષણમંત્રીએ મળવાનો સમય જ આપ્યો ના હતો જેના કારણે હવે વાલીઓ આંદોલનની વધુ ઉગ્ર બનાવવા માટે તા. ૨૪મી મેના રોજ વડોદરા ખાતે મળી રહ્યા છે.

આ અંગે વાત કરતા વાલી મંડળાના પ્રતિનિધિઓએ કહ્યુ હતુ કે શરૃઆતથી જ આંદોલનનો મુખ્ય હેતુ ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવામાં આવતી લાખો રૃપિયાની ફી તથા શાળામાંથી પુસ્તકો, યુનિફોર્મ ખરીદવા જેવા ફતવાઓ પર લગામ આવે. આ માટે વાલીઓએ શરૃ કરેલા આંદોલન બાદ ગુજરાત સરકારે કાયદો બનાવ્યો ત્યારે વાલીઓ ખુશ થયા હતા પરંતુ કાયદાના અમલ માટે બનાવેલી ફી નિર્ધારણ સમિતિમાં વાલીઓને જ સ્થાન આપવામાં આવ્યુ નથી આમ કરીને સરકારે વાલીઓ સાથે છેતરપિંડી કરી છે.
અમે અમારી માગ અંગે શાંતિથી આંદોલન ચલાવી રહ્યા છીએ પરંતુ સરકાર વાલીઓને ગંભીરતાથી લઇ નથી રહી.કાલે રાજ્યના ચાર ઝોન વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટથી વાલીઓનુ પ્રતિનિધિ મંડળ શિક્ષણમંત્રીને મળવા ગયુ હતુ પરંતુ તેઓ મળ્યા ના હતા.
 હવે વડોદરા ખાતે આ ચાર ઝોનના વાલી પ્રતિનિધિઓ તા. ૨૪મી મેના રોજ મળી રહ્યા છે અને બેઠક બાદ આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશુ.
 

Post Comments