Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છ મહિનાની ટ્વિન્સ બાળકીઓને તરછોડીને માતા-પિતા ફરાર

-સ્થિતિ નાજુક, એસએસજીનો સ્ટાફ માતા પિતા બનીને બાળકીઓની સેવામાં લાગ્યો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

શહેરની એસએસજી હોસ્પિટલમાં પિડિયાટ્રીક વોર્ડમાં દાખલ છોટાઉદેપુરની છ મહિ નાની ટ્વિન્સ બાળકીઓને તરછોડીને માતા પિતા ફરાર થઇ જવાનો બનાવ બન્યો છે. બન્ને બાળકીઓની સ્થિતિ નાજુક છે અને હાલમાં તો સયાજી હોસ્પિટલના ડોક્ટરો અને નર્સ જ તેમના માતા પિતા બનીને ધ્યાન રાખી રહ્યા છે.
 
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાટણા ગામ ખાતે રહેતી મીના દિલીપ નાયકાએ ૬ મહિના પહેલા ટ્વિન્સ બાળકીઓને જન્મ આપ્યો હતો. જો કે જન્મથી જ બન્ને બાળકીઓનું વજન ઓછુ હોવાના કારણે તેની સંખેડા ખાતે સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન બન્ને બાળકીઓની તબિયત વધુ બગડતા સંખેડાથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.

ગત તા.૬ સપ્ટેમ્બરે એસએસજીની પિડિયાટ્રીક વોર્ડમાં આ બન્ને બાળકીઓને દાખલ કરાઇ હતી. આ બન્ને બાળકીઓની સારવાર ચાલુ હતી તે દરમિયાન ગત તા.૧૧મી સપ્ટેમ્બરે બન્ને બાળકીને તરછોડીને માતા પિતા બન્ને ફરાર થઇ ગયા હતા. જે આજ  સુધી પરત નહી આવતા પિડિયાટ્રીક વોર્ડના ડો. રાહુલ પટેલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે  બાળકીઓના માતા પિતાને શોધવા માટે તપાસ હાથ ધરી છે અને આ સંબંધે બોડેલી પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Post Comments