Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝેરી દવા પી લેતા પાદરાના ખેડૂત યુવાનનું મોત

-ચાણસદ નવી નગરી પાસે કાર ઉભી રાખીને વોમિટ કર્યા બાદ બેભાન બની ગયો

વડોદરા, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

પાદરાનો ખેડૂત યુવાન ઇટોલા ખાતે આવેલા પોતાના ખેતરથી કાર લઇને પાદરા પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ચાણસદ પાસે તે બેભાન બની જતાં તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયુ હતું પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે યુવકે ખેતરથી નીકળતા પહેલા ઝેરી દવા પી લીધી હતી.

પાદરના પીપળી ફળીયામાં રહેતા વિશાલ પ્રમોદ કુમાર પટેલ બુધવારે સવારે ઇટોલા ખાતે આવેલા ખેતરે ગયો હતો. ત્યાંથી સાંજે ૪ થી ૫ વાગ્યા વચ્ચે તે કાર લઇને પરત ફરી રહ્યો હતો ત્યારે ચાણસદ નવી નગરી પાસે કાર ઉભી રાખી હતી અને વોમિટો કરી હતી આ દ્રશ્ય જોઇને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને પૂછપરછ કરે તે પહેલા તે બેભાન થઇ ગયો હતો. લોકોએ તેના મોબાઇલ ફોનથી સંપર્કો કરીને વિશાલના મોટાભાઇ નિરવને સંદેશો પહોંચાડયો હતો.

નિરવ બીજી કાર લઇને તુરંત આવી પહોંચ્યો હતો અને વિશાલને વડોદરા ખાનગી હોસ્પિટમાં ખસેડયો હતો જ્યાં તેનું મોત થયુ હતું.પાદરા પોલીસે કહ્યુ હતુ કે વિશાલે આવુ પગલુ કેમ  ભર્યુ તે અંગે હજુ કશુ જાણવા મળ્યુ નથી તે દિશામાં તપાસ ચાલી રહી છે.

Post Comments