Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમિત ભટનાગરની BJPના એક મંત્રી અને 3 I.A.S. અધિકારી સાથેની વાતચીતની 'ઓડિયો' મળી આવી

- દરોડા દરમિયાન CBIએ કબ્જે કરેલી આ 'ઓડિયો ટેપ' માં કેટલીક ચોંકાવનારી વાતચીત ભટનાગરે ટેપ કરી છે...

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

સી.બી.આઈ.એ ભટનાગર બંધુઓને ત્યાં સામૂહિક દરોડાની કાર્યવાહી કર્યા બાદ મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેમાં તેમના કોમ્પ્યુટરમાંથી સંખ્યાબંધ  હાર્ડ ડિસ્ક પણ કબ્જે કરવામાં આવી હતી.

જેમાં  કોંગ્રેસ અને ભાજપના ચાર નેતાઓ તેમજ આઈ.એ.એસ. કક્ષાના ત્રણ અધિકારી સાથે અમિત ભટનાગરે કરેલી ગુપ્ત વાતચીતની  'ઓડિયો ટેપ' પણ મળી આવી છે. જેમાં પણ સૌરભ દલાલનું નામ ખૂલ્યું હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે અમિત ભટનાગર રાજય સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલના માનતી ઉદ્યોગપતિ હોવાની વાત કાંઈ નવી નથી. બંને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી રહેલી હતી.

અમિત ભટનાગર સૌરભ દલાલની કેટલીક અલગ પ્રકારની માંગણીપત્ર પુરી પાડતા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે.

સી.બી.આઈએ જપ્ત કરેલી ઓડિયો ટેપમાં ભાજપ- કોંગ્રેસના અન્ય ચાર આગેવાનો અને ત્રણ સનદી અધિકારીઓ સાથેની પણ વાતચીત પણ હોવાનું  બિન સત્તાવાર રીતે જાણવા મળે છે.  

'ઓડિયો ટેપ' માં કોઈ સામાન્ય વાતચીત નહી પરંતુ તેઓ સાથેની લેતી દેતી કે પછી અન્ય કોઈ અન્ય પ્રકારની માંગણીઓ જે ભટનાગર બંધુઓએ પુરી પાડી હોય અને તે આધારે ભટનાગર ભાજપ-કોંગ્રેસના નેતા અધિકારીને સતત  બ્લેક મેઈલીંગ કરતા રહ્યા હોય તે પ્રકારની વાતચીતની  'ઓડિયો ટેપ' હોવાની અત્યંત ચોંકાવનારી વિગત બહાર આવી હોવાનું કહેવાય છે.

Post Comments