Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફી વધારા માટે દરખાસ્ત નહી કરનાર વડોદરા ઝોનની ૨૨૯ સ્કૂલોને નોટિસ

-ફી નિર્ધારણ સમિતિ સમક્ષ

-દરખાસ્ત કેમ નથી કરી તેનો ખુલાસો ૧૫ દિવસમાં કરવા માટે ફી નિર્ધારણ સમિતિએ સ્કૂલોને આદેશ આપ્યો

વડોદરા,તા. ૧૬ મે 2018, બુધવાર

ફી વધારા માટે દરખાસ્ત રજૂ  નહી કરનાર વડોદરા ઝોનની ૨૨૯ સ્કૂલોને ફી નિર્ધારણ સમિતિએ નોટિસ ફટકારી છે. વડોદરા ઝોન હેઠળના વડોદરા સહિતના સાત જિલ્લાઓ છોટાઉદેપુર, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદની જે શાળાઓએ ફી વધારા માટે દરખાસ્ત કરી હતી તે પૈકી ૧૫૯ શાળાઓની પ્રોવિઝનલ ફી સમિતિ દ્વારા નક્કી થઈ ચુકી છે.જોકે હવે સમિતિએ જે સ્કૂલો ફી વધારા માટે દરખાસ્ત કરવા માટે આવી જ નથી તેની સામે લાલ આંખ કરી છે.

મળતી વિગતો પ્રમાણે વડોદરાની લગભગ ૩૩ સહિત વડોદરા ઝોનના ૭ જિલ્લાની ૨૨૯ સ્કૂલો એવી છે જેમણે ફી વધારા માટે દરખાસ્ત  મુકી નથી.આવી તમામ સ્કૂલોને સમિતિ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.


જેમાં જણાવવામાં આવ્યુ છે કે સરકારના ફી અંગેનો જે કાયદો છે તે હેઠળ સ્કૂલોએ ફી વધારા માટે અરજી કરવી જરૃરી છે.આમ છતા કયા કારણોસર તમે ફી વધાર માટે દરખાસ્ત નથી કરી તેનો ખુલાસો ૧૫ દિવસમાં કરવાનો રહેશે.


એક તરફ ફી વધારા અંગે સંખ્યાબંધ સ્કૂલો સુપ્રીમ કોર્ટમાં ગઈ છે ત્યારે બીજી તરફ ફી નિર્ધારણ સમિતિએ સ્કૂલો સામે સખ્ત વલણ અપનાવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.સ્કૂલો જવાબ ના આપે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

Post Comments