Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદ્યાર્થી બહાર ગયો હોય અને લાઈટ પંખા ચાલુ હોય તો રૃમના ફોટા વોટ્સએપ પર અપલોડ કરાય છે

વડોદરમાં વોર્ડન અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસોથી હોસ્ટેલનુ લાઈટબિલ 50 ટકા ઘટી ગયુ

તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અમલમાં મુકવા જેવા પ્રયોગ અંગે વાંચો

 

વડોદરા,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

સેવ એનર્જીની થતી રહેલી ચર્ચાઓ અને થતી રહેતી વાતો વચ્ચે એમ એસ યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓએ તેના પર અમલ પણ કરી બતાવ્યો છે.હોસ્ટેલમાં આવેલા વિવિધ હોલ પૈકી એમ એ હોલમાં વોર્ડન અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસના કારણે એમ એ હોલના વીજ બિલમાં છેલ્લા એક વર્ષમાં ૫૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે.

હોલના વોર્ડન ડો.વિરેન્દ્ર સિંઘનુ કહેવુ છે કે મેં જ્યારે ૨૦૧૫,ફેબુ્રઆરીમાં ચાર્જ સંભાળ્યો ત્યારે  હોલનુ દર મહિનાનુ વીજ બીલ ૧.૨૦ લાખ રૃપિયાની આસપાસ આવતુ હતુ.મને લાગ્યુ હતું કે આ બિલ ઘટાડી શકાય તેમ છે.હોસ્ટેલના નિયમ પ્રમાણે રૃમમાં લગાડેલા લાઈટો,પંખા તેમજ લેપટોપ અને મોબાઈલ સીવાય વિદ્યાર્થી અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ વાપરી શકે નહી.મેં તમામ હોલમાં ચેકિંગ કરીને ખાવાનુ અને પાણી ગરમ કરવા માટેના હીટર અને ઈન્ડક્શન કૂકર રૃમમાંથી જપ્ત કરાવ્યા હતા.એ પછી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈને એક વોટ્સએપ ગુ્રપ બનાવ્યુ હતુ.

 

ડો.સિંઘ કહે છે કે હોલના ૬૦ ટકા વિદ્યાર્થીઓ આ ગુ્રપમાં છે.જો કોઈ વિદ્યાર્થી પોતાના રૃમમાં લાઈટ કે પંખા ચાલુ રાખીને જાય અને અન્ય વિદ્યાર્થી તે જુએ તો તરત તેનો ફોટો ગુ્રપમાં અપલોડ કરવાની સૂચના અમે આપેલી છે.જેના કારણે વિદ્યાર્થીઓ હવે બહાર જાય ત્યારે લાઈટ પંખા બંધ કરતા થઈ ગયા છે.વિદ્યાર્થીઓએ પણ તેમાં સહકાર આપ્યોછે.તેના કારણે છેલ્લા એક વર્ષથી વીજ બિલમાં ૫૦ ટકા કરતા વધારે ઘટાડો થયો છે.છેલ્લા એક વર્ષથી અમારા હોલનુ સરેરાશ બિલ ૫૦ ટકા આવે છે.



 

Post Comments