Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રૃા.૧૫૬.૫૦ કરોડનું બજેટ મંજૂર

વડોદરા, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિનું રૃા.૧૫૬.૫૦ કરોડનું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતું. જમાં ૧૦૪ કરોડ જેવી માતબર રકમ કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થા પાછળ વપરાશે. જ્યારે ગત વર્ષના અંદાજપત્રમાં મુકેલી પ્રવાસ ખર્ચ, વિજ્ઞાાનમેળો, શાળા રમતોત્સવ, રમતોના સાધનો માટે ફાળવવામાં આવેલી રકમ પાછળ એક રૃપિયો પણ ખર્ચ કરાયો નથી.

શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા રજુ કરવામાં આવેલા વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં રૃા.૧૫૬.૩૬ કરોડની રકમમાં રૃા.૧૨.૫૦ લાખના વધારા સાથે સ્કુલ બોર્ડની બેઠકમાં રૃા.૧૫૬.૫૦ કરોડના અંદાજપત્રને મંજુરી આપવામાં આવી હતી.

શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ ખર્ચ પૈકી ૮૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર અને ૨૦ ટકા રકમ કોર્પોરેશન ખર્ચ કરે છે જેમાં રૃા.૧૩૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. જે પૈકી રૃા.૧૬.૯૧ લાખ મહેકમ ખર્ચ, ૯.૭૬ લાખ કચેરી ખર્ચ, ૧૨૩.૪૪ લાખ સાર્વજનિક કેળવણી શાળા મહેકમ ખર્ચ જ્યારે ૬૬.૧૦ લાખ શાળા સંચાલન માટે ઇતર ખર્ચ કરવામાં આવશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કુલ બજેટ પૈકી ૧૦૪.૩૩ કરોડ કર્મચારીઓના પગાર, પેન્શન, ભથ્થા પાછળ વપરાશે. આ રકમ રાજ્ય સરકાર તરફથી ચુકવવામાં આવશે. જ્યારે કોર્પોરેશન તરફથી રૃા.૫૨.૧૯ કરોડ ફાળવવામાં આવશે.

કોર્પોરેશને વિવિધ ખર્ચમાં શિક્ષકોનો પગાર ૬૬.૬૪ કરોડ, જ્યારે શિક્ષકો અને ચોથા વર્ગના કર્મચારીઓના પેન્શનનો ફાળો ૫૦ કરોડ થશે. આ ઉપરાંત નિવૃત કર્મચારીઓનો રજા પગાર ૪ કરોડ અને એરીયર્સ પેટે રૃા.૫ કરોડની રકમ ચુકવાશે.

શાળાઓના આકસ્મિક દુરસ્તી, ફર્નિચર, બેન્ચ ખરીદવા ૪૦ લાખ ફાળવવામાં આવ્યા છે. જ્યારે સોફટવેર, અને કોમ્પ્યુટરના અપગ્રેડેશન પાછળ રૃા.૧૭ લાખ ખર્ચાશે. અને વિદ્યાર્થીઓને નોટબુક આપવા પાછળ ૨૫ લાખ ખર્ચ થશે. જ્યારે ઉત્સવ અને વિવિધ કાર્યક્રમ માટે ૫ લાખની ફાળવણી કરવામાં આવી છે.

ગત વર્ષે રૃા.૩ લાખ ફાળવ્યા હતા તેમાં માત્ર ૪૮ હજારનો ખર્ચ થયો હતો. જ્યારે વિજ્ઞાાનમેળો, ગણિત વિજ્ઞાાનના સાધનો ખરીદી પાછળ રૃા.૬ લાખની ફાળવણી કરવામાં આવી છે.

બાલવાડીના બાળકોના નાસ્તા પાછળ રૃા.૪૫ લાખ, રમતોત્સવ, વ્યાયામ અંગેની તાલીમ માટે રૃા.૪ લાખ, બાલવાડી રમતોત્સવ તથા વિવિધ સ્પર્ધા માટે રૃા.૩ લાખ, કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ પાછળ રૃા.૫ લાખ અને કર્મચારીઓની તાલીમ અને ચિંતન શિબિર માટે રૃા.૨ લાખ ફાળવવામાં આવ્યા છે. આ હેડ હેઠળ ફાળવેલી એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં એકપણ રૃપિયો વાપરવામાં આવ્યો નથી.

Post Comments