વડોદરાઃ શહેરમાં ફરતી 35000થી વધુ ઓટો રિક્ષાઓ સામે પોલીસ અને RTO લાચાર
- ટુ વ્હીલર ચાલકોને ઈ મેમો આપતી પોલીસ રીક્ષા ચાલકોની દાદાગીરી સહન કરી લે છે
- હેલમેટ ફરજીયાત બનાવાતા એક સપ્તાહમાં પાંચ કરોડની હેલમેટ ખરીદાઈ
વડોદરા, તા.17. માર્ચ 2018 મંગળવાર
શહેરમાં તા. 15 એપ્રિલથી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનું ફરમાન કરવામાં આવ્યુ છે અને તે અંતર્ગત ટુ વ્હિલ ચાલકોએ હેલમેટ તથા ફોર વ્હિલ ચાલકોએ બેલ્ટ પહેરવો ફરજીયાત કરવામાં આવ્યો છે.
આ ફરમાનના પગલે એક સપ્તાહમાં એક લાખ કરતા વધુ શહેરીજનોએ હેલમેટની ખરીદી કરીને રૃ.૫ કરોડથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે.
શહેરીજનોએ ટ્રાફિક નિયમનના પાલનમાં પોતાના ખિસ્સામાંથી કરોડોનો ખર્ચ કરીને સહકાર આપ્યો છે અને સાથે સાથે સરકાર સામે મોટા પ્રશ્નો પણ ઉભા કર્યા છે કે હેલમેટ પહેર્યા બાદ શહેરમાં ટ્રાફિક માટે જે મોટી સમસ્યાઓ છે તેનો નિકાલ થશે ?
લોકો દ્વારા જે સમસ્યાનું વર્ણન કરવામાં આવ્યુ છે તેમાં મુખ્યત્વે પ્રદુષના ઝેરી ધુમાડા ઓકતી ઓટો રિક્ષાઓ છે. આરટીઓમાં નોંધાયેલા આંકડા મુજબ વડોદરા શહેરમાં આશરે ૨૦,૦૦૦થી વધુ રિક્ષાઓ છે પરંતુ બિનસત્તાવાર રીતે ૩૫,૦૦૦થી વધુ રિક્ષાઓ શહેરમાં દોડી રહી છે. શહેરના તમામ મુખ્યમાર્ગો પર ટ્રાફિક સમસ્યામાં ૫૦ ટકાનો ફાળો આ રિક્ષાઓનો રહેલો છે.
બેફામ દોડતી અને ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતી તથા ગમે ત્યારે ગમે તે સ્થળે બ્રેક મારીને ઉબી રહી જતી રિક્ષાઓ સામે પોલીસ અને આરટીઓ ચુપ છે લાચાર છે. બીજી તરફ સવારે ૭થી એક અને બપોરે ૪થી રાતના ૯ સુધી શહેરના જાહેર માર્ગો પર ટ્રક, ટ્રેકટર, ડમ્પર, બુલડોઝર અને લક્ઝરી બસોના આવાગમન પર પ્રતિબંધ હોવા છતાં લક્ઝરી બસો શહેરમાં ખુલ્લેઆમ ફરી રહી છે અને ભૂતડીઝાંપા જેવા ભરચક્ક વિસ્તાર, સેન્ટ્રલ બસ ડેપોથી પંડયાપુલ જતા રોડ પર પ્રતિબંધિત સમયમાં પણ લક્ઝરી બસોની અવર જવર ખુલ્લેઆમ થાય છે.
ડમ્પરો પર તો જાણે કોઇ પ્રતિબંધ જ ના હોય તેમ શહેરમાં તમામ માર્ગો પર ખુલ્લેઆમ દોડી રહ્યા છે. બીજી તરફ એસટી બસની સમાંતર ચાલતા અને મુસાફરોનું ગેરકાયદે પરિવહન કરતા જીપ, વાન અને છકડાઓ શહેરમાં સેંકડોની સંખ્યામાં ફરી રહ્યા છે.
આ બધી સમસ્યાઓ વચ્ચે શહેરના ફૂટપાથો પર દુકાનોની બહાર બોર્ડ, સાઇન બોર્ડ, માલ સામાન મુકીને વેપારીઓએ કબજો જમાવી દીધો છે. પાર્કિંગ માટે જગ્યા નહી હોવાથી રસ્તાઓ પર આડેધડ વાહનોનું પાર્કિંગ જેવા મુદ્દાઓ સામે સરકાર, પોલીસ અને આરટીઓ કોઇ કાર્યવાહી કરતા નહી હોવાથી શહેરીજનોમાં ભારે રોષ છે.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News