Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાવાગઢ પાસે તાજપુરામાં વાનરસેનાનો હલ્લાબોલ, બાળકને ઘરમાંથી ઉઠાવી ગયા

- ગ્રામજનોએ દેકારા-પડકારા કરી ધાબા પરથી બાળકને બચાવ્યુ

- એક સપ્તાહમાં દસ ગ્રામજન પર હિંસક હુમલા, કપિરાજોને પકડવા પાંજરુ ગોઠવાયુ

 

વડોદરા, તા.12 ઓક્ટોબર 2017, ગુરુવાર

વડોદરા નજીક આવેલા પાવાગઢની તળેટીના જાણીતા યાત્રાધામ તાજપુરા ગામે છેલ્લા એક સપ્તાહથી ૨૦૦થી ૩૦૦  જેટલા વાનરોની ટોળકીએ એટલી હદે ઉપદ્રવ મચાવી મુક્યો છે કે ગ્રામજનો માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઇ ગયુ છે. એ આયા..બૂમ પડતા જ ગ્રામજનો લાકડીઓ અને બીજા મારક હથિયારો સાથે બહાર નીકળી આવે છે.

પૂ.નારાયણબાપૂની તપોભૂમિ તાજપુરા ગામે વાનરસેનાએ ઘણા સમયથી પડાવ નાંખેલો છે.પરંતુ છેલ્લા એક સપ્તાહથી વાનરસેનાએ ગ્રામજનો પર સીધા હુમલા શરૃ કરતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં આઠ થી દસ ગ્રામજનોને બચકાં ભરી લેનાર વાનરસેનાએ હદ તો ત્યારે કરી જ્યારે એક ઝૂંપડામાં ઘૂસી જઇ આઠેક માસના બાળકને વાનરસેનાનો લીડર  ઉઠાવી ગયો.

બાળક ઘરમાં રમતુ હતુ ત્યારે વાનરટોળકી એ હલ્લાબોલ કર્યો હતો અને લીડરે બાળકને બચકુ ભર્યુ હતુ.ત્યારબાદ ચીસો પાડી રહેલા બાળકને વાનર ટોળકીનો લીડર એક હાથે ઉંચકીને કુદકા મારતો નીકળી ગયો હતો અને એક મકાનના ધાબા પર ચઢી ગયો હતો.ત્યાં પણ તેણે બાળકને બચકુ ભરતા બાળક લોહીલુહાણ થયુ હતુ.

બનાવને પગલે હો હા મચી ગઇ હતી અને ગ્રામજનોએ લાકડીઓ તેમજ પથ્થરો બતાવી દેકારા પડકારા કરતા ટોળકી બાળકને મુકી ફરાર થઇ ગઇ હતી.આમ,તાજપુરામાં ગમે તે ઘડીએ ત્રાટકતી વાનરસેનાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી છે.

ખેતરો  ઉજાડયા,હાથમાંથી થેલીઓ ઝૂંટવી લીધી,સંખ્યાબંધ વાહનોને નુકસાન

વાનરસેનાએ તાજપુરા અને આસપાસના વિસ્તારના ખેતરો ઉજાડી દીધા છે.જ્યારે ગામમાંથી થેલી લઇને પસાર થતી સંખ્યાબંધ વ્યક્તિઓની થેલી અને સામાન ઝૂંટવી લેવાના બનાવ બની રહ્યા છે.એટલું જ નહીં પણ સાયકલ,ટુવ્હીલર અને ફોરવ્હીલર જેવા અનેક વાહનોને પણ વાનરોએ નુકસાન પહોંચાડયુ છે.

વાનરસેનાને ભગાડવા કાકડા સળગાવાય છે

વાનરસેના ત્રાટકે તો ગ્રામજનો  કાકડા સળગાવે છે અને વાનરો તરફ ફેંકે છે. સળગતા કાકડાના  ભડકાથી  વાનરો ગભરાઇને ભાગી જાય છે.

વાનર કેમ આક્રમણકારી બન્યા..?

વાનર સેના આક્રમક બને તેના આ મુજબના કારણ હોઇ શકે.

(1) વાનર સેનામાં કોઇ નવો યુવાન વાનર લીડર બનવા રોફ જમાવતો હોય.જેથી ઘરડો વાનર જોર બતાવવા ટોળકી સાથે હુમલા કરતો હોય.

(2) વાનરોમાં પણ હદનો વિવાદ થયો હોય તો આમ બની શકે.

(3) કોઇ માણસે વાનર પર હુમલો કરી ઇજા પહોંચાડી હોય.

- રાજ ભાવસાર
માનદ મંત્રી, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments