Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાજપુરમાં વાનરોના હુમલા હજી ચાલુ,વાંદરાને પકડવા પાંજરુ ગોઠવાયુ

 

વડોદરા,તા.13 ઓક્ટોબર,શુક્રવાર

પાવાગઢ નજીકના યાત્રાધામ તાજપુરામાં વાનરસેનાએ દસ જેટલા ગ્રામજનોને બચકાં ્ભયા ર્અને એક નાના બાળકને ઉઠાવી જઇ હુમલો કરવાના બનાવને પગલે ફોરેસ્ટ વિભાગ એક્શનમાં આવ્યુ છે.
આક્રમક બનેલા વાનરસેનાના લીડરને પકડવા ફોરેસ્ટ વિભાગ એક્શનમા
તાજપુરાના ખેતરોમાં ભેલાણ કરનાર,ગ્રામજનોના હાથમાંથી સામાન ઝૂંટવી લેનાર અને ઘરમાં ઘુસી હિંસક હુમલા કરનાર વાનરસેનાએ મચાવેલા ઉપદ્રવને કાબુમાં લેવા તાજપુરાના નારાયણ આશ્રમના સંચાલક લાલાભાઇ અને ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગની મદદ માંગી છે. રજૂઆતને પગલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ  વાનરો નિયમિત રીતે જ્યાં અડિંગો જમાવતા હોય છે તે સ્થળ લોકેટ કરીને પીંજરું ગોઠવ્યુ છે.પણ દિવસ વીતવા છતાં વાનરનો લીડર તે તરફ ફરક્યો નહતો.
ફોરેસ્ટ વિભાગના હાલોલના અધિકારીએ જણાવ્યુ હતુ કે,વાનરોમાં ગેંગવોરને કારણે પણ હિંસક હુમલાના બનાવ બનવાની શક્યતા હોય છે.એકાદ-બે દિવસમાં તોફાની લીડર પકડાઇ જશે.પરંતુ તે માટે ગ્રામજનોએ વાનરોને ખાવાની કોઇ પણ ચીજ આપવી નહી.જો તેમને ખોરાક નહીં મળે તો આપોઆપ ખોરાક મેળવવા પીંજરામાં આવવા મજબૂર થશે.

વધુ એક ગ્રામજન પર વાનરનો હુમલો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
એક બાજુ વાનરોના ઉપદ્રવને નાથવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ ગ્રામજનો પર વારંવાર હુમલા કરતા વાનરોએ વધુ એક ગ્રામજન પર હુમલો કર્યો છે.ગામના એક આધેડ પર તુટી પડેલા વાનરે બચકાં ભર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

Post Comments