Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતના વિકાસની મજાક કરતા રાહુલ અમેઠી જઈને વિકાસ કરે

-કોંગ્રેસના રાજકુમાર જ્યાં ચૂંટણી પ્રચાર કરવા જાય છે, ત્યાં કોંગ્રેસ ચૂંટણી હારી જાય છે

ડેડિયાપાડા, તા.11 ઓકટોબર 2017,બુધવાર

ડેડિયાપાડા તાલુકામાં ગુજરાત ગૌરવયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. મોવી, સોલિયા અને ઇનરેકા સંસ્થાન પાસેથી યુવકોની સ્કુટર રેલીએ ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત કરી સ્કુટર રેલી સાથે ેડિયાપાડા મુખ્ય બજારમાં થઇ, ડેડીયાપાડા ચાર રસ્તા થઇને આ ગુજરાત ગૌરવયાત્રા વેરાઇમાતાજીના પ્રાંગણમાં પહોંચી હતી. 

કેન્દ્રીય મંત્રી અને સાંસદ સ્મૃતિ ઇરાનીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે યુવકોના જન સેલાબ સલામ કરૃ છુ, નવ જવાનો વિકાસની આશા લઇને બેઠા છે. યુવકોનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાનો વિકાસ થયો છે. ગુજરાતનો વિકાસ થયો છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ગુજરાતના વિકાસની મજાક ઉડાવે છે. ગુજરાતના વિકાસનો ઉપહાસ કરે છે જે વિચિત્ર બાબત છે. રાહુલ ગાંધી અમેઠીમાં જઇને જુએ, ત્યાં વિકાસ કરે, વિકાસ સાધારણ નાગરિકનું જીવન બદલી નાંખે છે.

વિકાસ માટે દિવસ રાત મહેનત કરવી પડે છે. જે નરેન્દ્ર મોદીની સરકાર કરે છે. જયપ્રકાશ નારાયણને તેમણે યાદ કર્યા હતા. કોંગ્રેસ વિકાસમાં રોડા નાંખે છે. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર વધી ગયો હતો. કોંગ્રેસે સિંહાસન અને દેશની તિજોરી ખાલી કરી નાંખી હતી. કોંગ્રેસના સમયમાં ગુજરાત સુરક્ષિત ન હતું.

ગુજરાતમાં આવી રાહુલ ગાંધી અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે. પચાસ વર્ષ સુધી દેશમાં કોંગ્રેસનું રાજ હતું, કોંગ્રેસે કંઇ જ કર્યુ ન હતું. કોંગ્રેસ માત્રા ચુંટણી આવે ત્યારે પ્રજાને દીવા સ્વપ્નો બતાવે છે. રાહુલ ગાંધીની માનસિકતા સારી નથી. ગુજરાતમાં આવી અભદ્ર ભાષા બોલે છે. ગુજરાતમાં બહેન-દિકરીઓને માન આપવામાં આવે છે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કોંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધી જ્યાં જ્યાં ચુંટણી પ્રચાર કરવા જાય છે ત્યાં ત્યાં કોંગ્રેસ ચુંટણી હારી જાય છે, અને તેઓ ચુંટણીના સમયે જનતાને યાદ કરે છે. ખેડુતો, બહેનો, ગરીબો તેમને યાદ આવે છે. રાહુલ ગાંધી પ્રજા સમક્ષ ખોટુ બોલે છે.  ભારતીય સંસ્કૃતિની કંઇ ખબર તેમને નથી. આદિવાસી વિસ્તારમાં ૧૯૯૫ પછી ગામડાનો વિકાસ થયો છે. ૬૪૦૦૦ કરોડ આદિવાસીઓના કલ્યાણ માટે આ ભાજપ સરકારે વાપર્યા છે.

Post Comments