Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યાત્રાધામ પાવાગઢના ખૂણિયા મહાદેવ ધોધ ખાતે ભેખડ ધસી પડી,10ને ઈજા

ધોધ નીચે નહાવાની મજા માણી રહેલા સહેલાણીોમાં મચી ભાગદોડ

 

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ડુંગર ઉપર આવેલા ખુણીયા મહાદેવના ધોધ ખાતે રવિવારના રોજ બપોરના સમયે ન્હાવા આવેલા સહેલાણીઓ ઉપર ભેખડો ધસી પડવાને પગલે  ૧૫થી વધુ સહેલાણીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓમાંથી ત્રણ વ્યક્તિઓને વધુ ઇજાઓ થયેલ હોવાથી વડોદરા ખાતે ખસેડાયા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઇ હતી. ખુણીયા મહાદેવ ખાતે જ નહાવા ગયેલ હાલોલના ચાર યુવાનો દ્વારા ભેખડો પડવાથી દબાઇ ગયેલ ઇજાગ્રસ્તોને બહાર કાઢી પોલીસ તેમજ ૧૦૮ને જાણ કરતા તાત્કાલીક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ઘટનાની જાણ પાવાગઢ તેમજ હાલોલ શહેર ખાતે વાયુવેગે પ્રસરી જતા હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટી પડયા હતા.

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસાની ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ ખુણીયા મહાદેવ ધોધ ખાતે રવિવારે નહાવા માટે હાલોલ, કાલોલ, વડોદરા તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા સહેલાણીઓ ઉપર અંદાજે ૧૦૦ ફુટ ઉપરથી એકાએક ભેખડો ધસી પડવાથી ૧૦ થી ૧૫ સહેલાણીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
પવિત્ર યાત્રાધામ પાવાગઢના ડુંગર ઉપરથી નીચે વિશ્વામિત્રી નદીના મુખમાં ખાબકતા ધોધ નીચે નાહવાની મઝા માણી રહેલા પ્રકૃતિ પ્રેમીઓ ઉપર ડુંગર ઉપરથી પાણીના ધોધ સાથે જ મોટા પથ્થરોની ભેખડ ખાબકતા આશરે ૧૫થી વધુ લોકોને ઓછીવત્તી ઇજાઓ થઇ હતી.
આશરે ૧૦૦ જેટલા લોકો નાહવાની મઝા માણતા હતા ત્યારે આશરે સાંજના પાંચ વાગ્યાની આસપાસ વિશાળ ધોધના સતત પછડાટથી પથ્થરોની ભેખડ પાણીના પ્રવાહ સાથે ધરાશયી થઇ હતી. બિલકુલ ધોધ નીચે નાહતા લોકો પર ભેખડ પડતા ચીસાચીસ કરી મુકી હતી.
પાવાગઢ રોડના પ્રવેશ ગેટ પાસેથી ખુણીયા મહાદેવ જતા આશરે ૩ કિ.મી. પગે ચાલીને જંગલના દુર્ગમ રસ્તે મોટા મોટા પથ્થરો પર થઇને એકબીજા સહારે પહોંચી શકાય છે.
હવે આ કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય સમો ખુણીયા મહાદેવનો ધોધ નીચે ખાબકે ત્યાંથી વિશ્વામીથી નદીનો શુભારંભ થાય છે.
ઉલ્લેખનીય છે કે હાલોલના અન્ય ચાર છોકરાઓ જેઓ ગુ્રપમાં ખુણીયા મહાદેવ ખાતે નહાવા માટે ગયા હતા, તેઓએ ભેખડો ધસતાં જોઇ હતી અને તેની નીચે દબાઇ ગયેલા તમામ લોકોને બહાર કાઢી ઝાડના ડાળીયામાં ઓઢણીથી સ્ટ્રેચર બનાવી ઇજાગ્રસ્તોને ડુંગર ઉપરથી નીચે રોડ સુધી ઉતાર્યા હતા. તેમજ તેઓએ ૧૦૮ ને જાણ કરતાં પોલીસ અને પાવાગઢ તેમજ હાલોલના સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.
 

Post Comments