Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનમાંથી ભારતે ખાંડની આયાત કરતાં ખેડૂતોમાં હતાશા

- ખાંડના ઘર આંગણે વિક્રમી ઉત્પાદન છતાં

- ભરૃચ અને નર્મદા જિલ્લાની ત્રણ શુગર ફેકટરીમાં શેરડીના ભાવ ઓછા ચુકવાયા : વિદેશી બજારોમાં ખાંડના ભાવ ગગડી ગયા

ભરૃચ,તા.૨૪ મે 2018, ગુરુવાર

ભરૃચ અને નર્મદા જિલ્લાના કેડૂતોમાં શેરડીના ભાવ સારા નહિ મળતાં નિરાશા વ્યાપી છે ભરૃચ અને નર્મદા જિલ્લામાં ૯૦ હજાર એકરથી વધારે જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે. બંને જિલ્લામાં ત્રણ શુગર ફેકટરી આવેલી છે. જેના ૫૦ હજાર કરતા વધારે સભાસદો નોંધાયેલા છે. ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ગગડી ગયા હોવાથી ત્રણેય સુગરમાં  શેરડીના ભાવ ઓછા  મળ્યા છે. જેથી ૧૦ વર્ષમાં પ્રથમ વખત  ભાવ ખેડૂતોમાં નિરાશા  જોવા મળી રહી છે.

ભારત સરકારે પાકિસ્તાનથી છ મહિનામાં ૪૧ હજાર ટન ખાંડની આયાત કરી હોવાનું બહાર આવતા  ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાંડનો ભરાવો થઈ જતાં આગામી વર્ષે શેરડીના ભાવો ખેડૂતોને રડાવે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ભારત સરકારે એકસપોર્ટ સબસીડી જાહેર કરવામાં પાકિસ્તાનની સરખામણીએ થાપણ  ખાઈ ગઈ હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે. ભારત સરકારે પાકિસ્તાનમાંથી ઓક્ટોબર ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૪૧,૦૨૬  ટન ખાંડની આયાત કરી છે. પાકિસ્તાને આ સમયગાળામાં અફઘાનિસ્તાન, બહેરીન, બેનીન, બર્મા, કેનેડા, કંબોડીયા, ચાઈના, જીબોટી,  ઈસ્ટ ટીમોર, ઘાના, હોંગકોંગ, જાંબીયા, જોર્ડન , કેન્યા, કુવૈત માડાગાસ્કર, મલેશીયા, મોરેશીયસ, નેપાળ, ઓમાન, કતાર સાઉદી અરેબીયા, શ્રીલંકા, તાઈવાન, વીયેતનામ, તુર્કી, તોગો, સુદાન અને તુર્કી સહિતના દેશોમાં ૩.૧૧ લાખ ટન ખાંડની નિકાસ કરી છે.

વટારિયા સુગર ફેકટરીના ચેરમેન કહે છે કે ભારતમાં ૩૩૦ લાખ ટનથી વધારે ખાંડનું  ઉત્પાદન થયુ છે. પાકિસ્તાનની સરકારે એકસપોર્ટ સબસીડીનો નિર્ણય વેળાસર લઈ લેતા ત્યાના બજારમાંથી ખાંડની વિદેશોમાં નિકાસ થઈ રહી છે.  ભારત સરકારે નિકાસનો કવોટા નક્કી કર્યો છે. પણ એકસપોર્ટ સબસીડી અંગે હજી કોઈ નિર્મય કર્યો  નથી. આંતર રાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ગગડયા હોવાથી આ વર્ષે ખેડૂતોને શેરડીના ભાવ ઓછા મળ્યા છે.

કપાસની જીનો બંધ થઈ તેમ શુગર ફેકટરી પણ બંધ પડશે
તા.૨૪
સરકાર એક તરફ પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર ન રાખવાની વાત કરે છે. અને બીજી તરફ ખાંડની પાકિસ્તાનથી નિકાસ કરે છે જે યોગ્ય નથી. વર્ષો પહેલા દરેક ગામમાં કપાસની જીન ધમધમતી હતી પણ આજે મોટાભાગની બંધ થઈ છે. સરકારની નીતિના કારણે આગામી ખેડૂતો પર બોજો વધસે અને તેઓ અન્ય  પાકોની ખેતી તરફ વળી જશે. આ વર્ષે તો શેરડીના ભાવ ઓછા મળ્યા છે આવતા વર્ષે પણ ઓછા મળશે.
-ચેરમેન- નર્મદા ફ્રુટ એન્ડ વેજીટેબલ


આ વર્ષે શેરડીના ભાવ  મળ્યા છે.  વટારીયા : રૃા.૩૦૨, ધારીખેડા, : રૃા.૫૭૫, પંડવાઈ : રૃા. ૨,૫૫૦ ભાવ ક્વીન્ટલ દીઠ ખેડૂતોને થયેલી ચૂકવણીના છે.

Post Comments