Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાડીમાં ભર બપોરે પોસ્ટમેનનું રસ્તા પર ચક્કર આવીને પડી જતાં મોત

-હીટ વેવના કારણે શહેરમાં લૂ લાગવાના અને ઝાડા ઉલટીના કેસ વધ્યા

-છેલ્લા ૪ દિવસ દરમિયાન શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લૂ લાગવાના ૨૫૦ અને ઝાડા ઉલટીના ૨૦૦થી વધુ

વડોદરા,તા.૧૬ મે 2018, બુધવાર

વડોદરામાં છેલ્લા ૪ દિવસથી સૂર્યનારાયણ આકરા બન્યા છે. આજે વડોદરામાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. હીટવેવની અસર જનજીવન પર પડી છે. ૪ દિવસમાં જ લૂ લાગવાના અને ઝાડા ઉલટીના મળીને ૪૫૦થી વધુ કેસ નોંધાયા છે આ દરમિયાન આજે વાડી વિસ્તારમાં સાયકલ લઇને ટપાલ વિતરણ કરી રહેલા પોસ્ટમેન આકરી ગરમીના કારણે ચક્કર આવીને સાયકલ પરથી પડી જતા તેમનું મોત થયું હતું.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના સાઠા ડુંગરી ગામના અને વડોદરા ખાતે દિકરી જમાઇના ઘરે રહેતા ઉરશનભાઇ એમ.રાઠવા (ઉ.૫૭) રાવપુરા પોસ્ટ ઓફિસ (જીપીઓ)માં પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે આજે તેઓ રાવપુરા પોસ્ટ ઓફિસથી વાડી વિસ્તારની ટપાલો લઇને સાયકલ પર નિકળ્યા હતા. તેઓ બપોરના ૨ વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં ટપાલ વિતરણ કરી રહ્યા હતા ત્યારે ચોખંડી નજીક તેઓ અચાનક સાયકલ પરથી ચક્કર આવીને પડી ગયા હતા.

આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નજીકમાં હનુમાનજીના મંદિરના ઓટલા પર સુવડાવ્યા હતા અને પાણી છાંટીને તથા ડુંગળી સુંઘાડીને તેઓને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ ભાનમાં નહી આવતા ૧૦૮ દ્વારા એસએસજી હોસિપટલ લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


બીજી તરફ શહેરમાં છેલ્લા ૪ દિવસથી તાપમાન ૪૨ અને ૪૩ ડિગ્રી વચ્ચે રહેતુ હોવાથી શહેર ભઠ્ઠીમાં ફેરવાઇ ગયુ છે. આ કાળઝાળ ગરમીમાં કામ ધંધા અર્થે મજબુરીમાં બહાર નિકળતા લોકો લૂ લાગી જવાથી બિમાર પડી રહ્યા છે તો ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. ડોક્ટરોએ આ આકરી ગરમીના દિવસો દરમિયાન રોજનું ૫ લિટરથી વધુ પાણી, લિંબુ સરબત પિવાનું સૂચન કર્યુ છે. ઉપરાંત હળવો અને ઘરનો જ ખોરાક ખાવાની સલાહ આપી છે.

Post Comments