Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરજણ અને પિંગલવાડામાં દારૃની બોટલો અને પાઉચનો જથ્થો ઝડપાયો

-સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીનો દરોડો

-નવાબજાર બ્રીજ નીચે ધર્મેશ અને અર્પિતનું દારૃનું ખુલ્લેઆમ વેચાણ

કરજણ, તા.૧૩ જુન 2018, બુધવાર

કરજણ ટાઉનના જુના  બજાર અને તાલુકાના પિંગલવાડા ગામે જિલ્લા એલસીબીએ દરોડો પાડી ઇંગ્લીશ દારૃની ૨૭૦૦ બોટલો તથા ૪૯૦ દારૃના પાઉચ મળી કુલ રૃા.૧૧.૩૮ લાખના મુદ્દામાલ સાથે ત્રણ બુટલેગરોની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસની દારૃબંધીની ઢીલી નીતિ બાબતે સવાલો ઉભા થયા છે. પોલીસ સ્ટેશનની આજુબાજુ મોટાપાયે ઝડપાયેલા ઇંગ્લીશ દારૃના જથ્થા અંગે તર્કવિતર્કો પણ સર્જાયા છે.

પ્રથમ બનાવમાં કરજણ જુનાબજાર કોલેજ રોડ પર આવેલા નલી નગરી ખાતે બંધાયેલા સરકારી આવાસમાં ધર્મેશ હર્ષદ ઠાકોર બ્લોક-૧માં મકાન ધરાવે છે જેમાં ઇંગ્લીશ દારૃનો મોટો જથ્થો છુપાવી છૂટક વેચાણ કરતો હોવાની બાતમી એલસીબીને મળતા રાત્રે દરોડો પાડતા મકાનમાંથી ૧૮૦ એમએલના દારૃના ૪૯૦ પાઉચ મળ્યા હતાં.

પોલીસે એક્ટીવા, ચાર મોબાઇલ, દારૃના પાઉચ મળી કુલ રૃા.૮૨ હજારના જથ્થા સાથે ધર્મેશ હર્ષદ ઠાકોર (રહે.કરજણ એસબીઆઇ પાસે, ગોવિંદ બેચરની ચાલી) તથા અર્પિત ઉર્ફે નાગ ધર્મેશ સોલંકી (રહે.ઠાકરડા વાસ, એસટી ડેપો સામે)ની ધરપકડ કરી હતી. ઝડપાયેલા બંને આરોપીઓ જુનાબજાર ખાતેના મકાનમાં દારૃનો સ્ટોક કરતા હતા અને ત્યાંથી એક્ટીવાની ડેકીમાં ભરી લાવી નવાબજાર બ્રીજ નીચે મહારાજા ડાઇનીંગ હોલ સામે ઉભા રહી છુટક વેચાણ કરતા હતાં.


બીજા બનાવમાં કરજણ-પાદરા રોડ પર આવેલા તાલુકાના પિંગલવાડાની સીમમાં સત્તાર બાબર ઘાંચીના મકાનમાંથી દારૃની વિવિધ બ્રાન્ડની પેટીઓનો મોટો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી રૃા.૧૦.૭૯ લાખ કિંમતની ૨૭૨૪ દારૃની બોટલો, બે મોબાઇલફોન મળી કુલ રૃા.૧૦૯૧૬૦૦ના મુદ્દામાલ સાથે સત્તાર ઘાંચીની ધરપકડ કરી હતી.

સત્તાર ઘાંચી મુળ પાદરા તાલુકાના રાજુપુરા ગામનો વતની છે પરંતુ પિંગલવાડા ગામે સીમમાં મકાન બનાવી દારૃનો ધંધો કરતો હતો. આ જથ્થો વડોદરા અટલાદરા કલાલી હાઉસીંગ ખાતે રહેતો રાવજી રતન પરમાર ઉતારી ગયો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે સત્તાર ઘાંચી તેમજ રાવજી પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments