Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખરીદી કરવા માટે મોપેડ પર નીકળતી ગૃહિણીઓ ઘરવખરી અને શાકભાજી ખરીદે કે હેલ્મેટ સાચવે ?

- પોલીસ CCTV કેમેરાનો ઉપયોગ વાહનચાલકોને હેરાન કરવાના બદલે ગુનેગારોને પકડવા માટે કરે: શહેર કોંગ્રેસ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

શહેર પોલીસ તંત્ર દ્વારા દ્વિચક્રીય વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ કરી જો હેલ્મેટ વિના સીસીટીવી કેમેરામાં ઝડપાયા તો જંગી દંડ વસુલ કરવાનું શરૃ કરતાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

પોલીસ તંત્રના આ આદેશનો શહેર કોંગ્રેસે પણ વિરોધ વ્યકત કરી આ અંગેની રાજ્ય સરકારને પત્ર લખી શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ વાહનચાલકોને હેરાન કરવાના બદલે ગુનેગારોને ઝડપી પાડવા માટે થાય તેવી માંગણી કરી છે.

હેલ્મેટ વિના દ્વિચક્રીય વાહન હંકારતા લોકોને દંડ ભરવા માટે ઈ-મેમો બનાવવાની શહેર પોલીસ તંત્રએ શરૃઆત કરી દીધી છે. આ અંગે વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખે રાજ્ય સરકારના કાયદામંત્રીને પત્ર દ્વારા શહેરીજનોને ફરજિયાત હેલ્મેટના કાયદા અંગે પડતી મુશ્કેલીઓથી વાકેફ કરતા જણાવ્યું હતું કે એક તરફ સરકાર  ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે રેડએલર્ટ જાહેર કરે છે તેો તેની બીજીતરફ શહેરીજનો આ ગરમીમાં હેલ્મેટ પહેરવાથી બફાઈ જાય તેવા કાયદા બનાવે છે.

દ્વિચક્રિય વાહનચાલકો માટે ફરજિયાત હેલ્મેટનો કાયદો અયોગ્ય છે કારણકે તેનાથી વિદ્યાર્થીઓ,ગૃહિણીઓ,સીનિયર સિટીઝનો, નોકરિયાતો, વેપારીઓ અને વકીલોને ભારે અગવડતા ઉભી થઈ છે.

આમાં સૈાથી વધુ અગવડતા ગૃહિણીઓને ઉભી થઈ છે કારણકે ઘરવખરી,દૂધ અને શાકભાજી જેવી રોજીંદી ચીજો ખરીદવા માટે બહાર જતી ગૃહિણીઓ-મહિલાઓ ખરીદી કરે કે તેઓની હેલ્મેટ સાચવે ? તે પેચીદો પ્રશ્ન સર્જાયો છે.

પોલીસે લાખો રૃપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તેનો ઉપયોગ નિર્દોષ શહેરીજનોને હેરાન કરવાના બદલે શહેરમાં ચોરી, અછોડા અને મંગળસૂત્રની લૂંટ કરનારા, ચિલઝડપ કરનારાને ઝડપી પાડવા માટે  તેમજ શહેરમાં ગેરકાયદે મુસાફરો ભરીને દોડતી શટલિયા રિક્ષા,છકડા, લકઝરી બસ,સ્કુલવાનના ચાલકો અને દારૃની હેેરાફેરી કરતાં ખેપિયોની ધરપકડ કરવા માટે કરવાની તેમણે માગણી કરી હતી.

Post Comments