Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હળવદના ભરવાડ-ક્ષત્રીયોની અથડામણનો વડોદરામાં પડઘો

હજારો લોકોના જીવ અધ્ધર થઈ ગયા..

 

સુરેન્દ્રનગરના હળવદ અને ધાંગ્રધા ખાતે ભરવાડ અને ક્ષત્રિય સમાજના જુથ વચ્ચે થયેલી હીંસક અથડામણનો વડોદરામાં પડઘો પડયો હતો. આ જુથ અથડામણને સાંકળીને પ્રતાપનગર વિસ્તારના ભરવાડ સમાજના કેટલાક યુવાનોએ ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતો વીડીઓ સોશ્યલ મડિયા પર વાયરલ કરતા ક્ષત્રિય સમાજમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. આ વિડીયો વાયરલ કરનાર બે યુવકો અને તેઓના સાગરીતો સામે મકરપુરા પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૃ કરી છે.

શહેરના પ્રતાપનગર તેમજ તેની બાજુમાં આવેલા દંતેશ્વર વિસ્તારમાં ભરવાડ અને ક્ષત્રિય સમાજની વસ્તી મોટાપ્રમાણમાં છે. તાજેતરમાં  હળવદ અને ધાંગ્રધા ખાતે ભરવાડ અને ક્ષત્રિય સમાજના જુથો વચ્ચે થયેલી હીંસક અથડામણમાં ભરવાડ સમાજની વ્યકિતઓના મોત નીપજ્યા હતા. આ મોતના બનાવને સાંકળીને પ્રતાપનગર વિસ્તારના કેટલાક ભરવાડ યુવકોએ ચાલું કારમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને પડકાર ફેંકતો વિડીઓ સોશ્યલ મિડિયામાં અપલોડ કરાયો હતો. આ વિડીઓ ગણતરીના કલાકોમાં વાયરલ થતાં જ ક્ષત્રિય સમાજમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો.
 દરમિયાન આજે સવારે દંતેશ્વરના વિસ્તારમાં શહેરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવાનોના ૩૦૦થી ૪૦૦ લોકોના ટોળાં ભેગા થયા હતા અને ત્યારબાદ તેઓ રેલી સ્વરૃપે મકરપુરા પોલીસ મથકમાં પહોંચ્યા હતા. અગ્રણીઓએ આ વિડીયો અંગે ઉગ્ર રજૂઆત કરતા પોલીસે ગોત્રી રોડના અમરદિપ કોમ્પ્લેક્સમાં રહેતા ધૈવતસિંહ રણજીતસિંહ ગોહિલની ફરિયાદના પગલે વિડીઓમાં ઉશ્કેરણીજનક પડકાર ફેંકનાર મુકેશ જહાં ભરવાડ અને તેજા કબા ભરવાડ (બંને રહે. અનુ સોસાયટી,પ્રતાપનગર) તેમજ તેઓની સાથે વાહનમાં મુસાફરી કરનારા અન્ય ઈસમો સામે બે સમાજ વચ્ચે જાતિય દુશ્મનાવટ ઉભી થાય, ધિક્કાર અને દ્વેષની લાગણી ફેલાય તેમજ મોટો શરીર સંબંધી ગુનો બને તેવું કૃત્ય કરવાનો ગુનો નોંધી તમામની શોધખોળ શરૃ કરી છે.
 

Post Comments