Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા: GUVNLના કર્મચારીઓ દ્વારા માસ સી.એલ પર ઉતરી જવાની ચીમકી

- સાતમા પગાર પંચનો અમલ નહીં થતા ધરણાં આપ્યા

- 30,000 કર્મચારીઓ એ માસ સી.એલ ના ફોર્મ ભર્યા

વડોદરા, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વ્રારા સાતમા પગાર પંચ મામલે આજરોજ સરકાર વિરોધી સુત્રોચાર નૉ કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો.જેમાં 1000 જેટલા કર્મચારીઓ એ વિરામ સમયે કચેરી બાહર નીકળી ભારે સૂત્રોચાર કર્યા હતાં.

તમામ સરકારી કચેરીઓમાં સાતમા પગાર પંચનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના લગભગ 40,000 કર્મચારીઓને હાજી સાતમા પગાર પંચનો લાભ મળ્યો નથી. નિગમ દ્વારા ફાઇલ સરકારમાં મુકવામાં આવી છે. પરંતુ હાલ સુધી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.

આવા સમયે આગામી સમયે માસ સી.એલનું આયોજન ગુજરાત ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં હાલસુધી 30,000 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે સરકારની આખો ખોલવા માટે આજે કર્મચારીઓ એ ધરણાં યોજી સરકારની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અને આગામી દિવસમાં સરકાર સાતમા પગાર પંચની મંજૂરી નહીં આપે તો રેલી સહિત જાહેર કાર્યક્રમો આપી અને કામથી અલિપ્ત રહી માસ સી.એલ પર ઉતરી જવાની ચીમકી કર્મચારી સંગઠને આપી હતી.

Post Comments