Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

IPLની મેચ પર સટ્ટો રમાડતા તડીપાર સહિત ચાર ઝડપાયા

- કિશાનનગરના મકાનમાં પોલીસનો દરોડો

- વાડીનો મોહંમદનઇમ ઉર્ફે ગુંડો તડીપાર હોવા છતા ફરતો હતો : ૭૭૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

વડોદરા-ડભોઇ રોડ પર આવેલ કિશાનનગરના એક મકાનમાં આઇપીએલ મેચ પર રમાતા ક્રિકેટ સટ્ટા પર જિલ્લા એસઓજીની ટીમે ત્રાટકીને ચાર સટ્ટાખોરોને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા ચારમાં વાડી વિસ્તારમાં ફાયરીંગ કરનાર તેમજ તડીપાર મોહંમદ નઇમ ઉર્ફે ગુંડાનો પણ સમાવેશ થાય છે.

કિશાનનગરમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડવામાં આવે છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીના પીઆઇ એસ.એ. કરમુરના માર્ગદર્શનથી સ્ટાફના માણસોએ ગઇકાલે રાત્રે કિશાનનગરના મકાનમાં દરોડો પાડતા ચાર વ્યક્તિઓ ટીવી પર આઇપીએલની મેચ પર સટ્ટો રમાડતા રંગે હાથ જણાયા હતાં. આઇપીએલની આરસીબી અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે મેચ ચાલુ હતી ત્યારેજ ટીવી પર જોઇ સટોડિયાઓ મોબાઇલફોન પર બહારના માણસોનો સંપર્ક કરી ક્રિકેટ મેચનો સટ્ટો લેતા હતાં.

પોલીસે જે ઘરમાં સટ્ટો રમાતો હતો તે ઘરના માલીક મોહમદ એઝાઝ મોહંમદ હનીફ શાયરવાલા , મોહંમદ નઇમ ઉર્ફે ગુંડા ઉસ્માનગની તકતીવાલા (રહે.મોટી વ્હોરવાડ, મોટી મસ્જીદ પાસે, વાડી), મોઇનહુસેન ઝાકીરઅલી સૈયદ (રહે.જલારામનગર, કરજણ) અને તનવીર અઝીઝભાઇ કાગદીવાલા (રહે.વુડાના મકાનમાં, સોમાતળાવ પાસે)ને ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી પાડયા હતાં. પોલીસે તેઓની પાસેથી છ મોબાઇલ, ટીવી, સેટ ટોપ બોક્સ, એક બાઇક, એક એક્ટીવા મળી કુલ રૃા.૭૭૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન મોહંમદ નઇમ ઉર્ફે ગુંડો વાડી વિસ્તારમાં અગાઉ ફાયરીંગના કેસમાં સંડોવાયેલો હતો જેથી તેને માથાભારે વ્યક્તિ તરીકે શહેર પોલીસ કમિશ્નરે એક વર્ષ માટે વડોદરા શહેર અને જિલ્લામાંથી તડીપાર કર્યો હોવા છતા તે જિલ્લામાંથી ઝડપાતા તેની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પાદરામાં સાઇનાથ બેકરી પાસે ગઇકાલે આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતા રવિ ભગવાનદાસ તન્ના (રહે.સાંઇનાથ બેકરી પાસે, પાદરા)ને પોલીસે રંગે હાથ ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી મોબાઇલ અને રોકડ મળી કુલ રૃા.૧૦૯૫૦નો મુદ્દામાલ કબજે કર્યો  હતો.

Post Comments