Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણ તાલુકાના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

- સીમાંત ખેડૂતો ખેતવિહોણા થઇ જશે

- સરકાર દ્વારા વારંવાર બહાર પાડવામાં આવતા જાહેરનામાથી ખેડૂતો ગુમરાહ થતા હોવાનો આક્ષેપ

કરજણ,તા.૨૪ મે 2018, ગુરુવાર

મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટમાં જમીન ગુમાવનાર આઠ ગામના ખેડુતોએ કરજણ સેવાસદન કચેરીમાં ખાસ જમીન સંપાદન અધિકારીને વાંધાઓ સાથે આવેદન પત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો.

કરજણ તાલુકાના ૯૪ ગામો છે. કરજણ તાલુકાનું વડુ અને મુખ્ય મથક છે.  દિલ્હી અમદાવાદ મુંબઇ  બ્રોડગેજ રેલવે લાઇન કરજણ શહેર અને તાલુકાની મધ્યમાંથી પસાર થતી હોય તાલુકો બે ભાગમાં વહેચાયેલો છે જે પૈકીના પશ્ચિમ વિભાગના આઠ ગામોમાંથી મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેસ પ્રોજેકટક પસાર થનાર છે. આ ઉપરાંત અન્ય બે પ્રોજેકટ પણ આ મોટાભાગના ગામોની જમીનમાંથી પસાર થનાર છે, ત્યારે કેટલાક અનુ.જાતિ અને અનુ.જાતિના નાના અને સીમાંત ખેડુતો ખેતવિહોણા પણ થવાની શક્યતા છે.
સરકાર દ્વારા છાસવારે બદલવામાં આવતા અને બહાર પાડવામાં આવતા જાહેરનામાથી ખેડુતો ગુમરાહ થઇ રહ્યા છે. તેમજ સરકાર નીતિ અસ્પષ્ટ જાહેર કરતી હોવાના કારણે ધરતીપુત્રોની મુશ્કેલીઓ વધે છે.

 કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ નેશનલ રીહેબીલેશન એન્ડ રીસટેલમેન્ટ પોલીસીની જોગવાઇઓ લાગુ પડતી હોય તેવા પ્રકારની કોઇ કાર્યવાહી જાહેરનામુ બહાર પડતા પહેલા કરવામાં આવેલ નથી.

Post Comments