Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરિણીતા પર બળાત્કારના કેસમાં ફેસબુક ફ્રેન્ડની ધરપકડ

-બ્લેકમેઇલ કરી પૈસા પડાવનાર મિતેશ ઠક્કરની પૂછપરછ

વડોદરા, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

ફેશબુક ફ્રેન્ડ બન્યા  બાદ ઘેર અવરજવર બાદ  યુવાન પરિણિતાને ઘેનયુક્ત પેંડા ખવડાવી બળાત્કાર ગુજારી  વિડીયો ઉતારી  બ્લેકમેલ કરનાર રાવપુરા વિસ્તારમાં રહેતા યુવાનની પોલીસે ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતી પરિણીતાનો ફેસબુક પર  રાવપુરા રોડ પરની ઉષાકિરણ બિલ્ડીંગમાં રહેતા મિતેશ ઉમેશ ઠક્કર  સાથે ઓળખાણ થઇ હતી બાદમાં બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી અને મિતેશે માતાની સારવાર માટે તેમજ ભાગીદારીમાં ધધો કરવા માટે મોટી રકમ પણ લીધી હતી. નવેમ્બર-૨૦૧૫ના પ્રથમ સપ્તાહમાં  મિતેશ ઘેર આવ્યો હતો અને ઘેનયુક્ત પેંડા ખવડાવી પરિણીતાને બેડરૃમમાં લઇ જઇ નગ્ન હાલતનો વિડીયો ઉતારી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવાનું શરૃ કર્યુ હતુ.

સુખી સંપન્ન ઘરની પરિણીતાને બ્લેકમેઇલ કરી બળાત્કાર ગુજારવા અંગેની  ફરિયાદ  તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પીઆઇ વાઘેલાએ  મિતેશ ઠક્કરની ધરપકડ કરી તેની વધુ પુછપરછ કરવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Post Comments