Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા: સાકરદા નજીક કંપનીમાં કર્મચારીનું વીજ કરંટથી મોત

- કર્મચારીઓએ બસની તોડફોડ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો

વડોદરા, તા. 14 જૂન 2018 ગુરુવાર

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના સાકરદા નજીક કંપનીમાં કર્મચારીનું વીજ કરંટથી મોત થતા અન્ય કર્મચારીઓએ હંગામો મચાવ્યો હતો જયારે કર્મચારી બસની તોડફોડ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

વડોદરા જીલ્લાના સાકરદા નજીક આવેલી શૈલી એન્જીનીયરીંગ કંપનીમાં આજે સવારે કામ કરતા કર્મચારી દ્વારા પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. મોતના કારણે વહેલી સવારે કંપનીના કર્મચારીઓએ ભારે હંગામો કર્યો હતો. સવારે 9 કલાકે કર્મચારીઓને લઈને આવતી બસ પર ઉશ્કેરાયેલા ટોળાએ પત્થરમારો કર્યો હતો. જેને લઈને માહોલ તંગ બન્યો હતો.

કર્મચારીઓએ પોતાના સહકર્મીની મોતને લઈને કરેલા હંગામાના કારણે ભાદરવા પોલીસનો સ્ટાફ તેમજ પોલીસ હેડક્વાર્ટર્સનો સ્ટાફ પણ આવી પહોચ્યો હતો. લોકોનો ગુસ્સો શાંત કરવા પોલીસે કર્મચારી અગ્રણીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અંતે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ સાંભળી હતી.

સમગ્ર ઘટનાની જાણ ધારાસભ્યને થતા ધારાસભ્ય કેતન ઈનામદાર પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કર્મચારીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સ્થાનિક અગ્રણીઓ વચ્ચે પડી મધ્યસ્થી કરવાતા મૃતક કર્મચારીના પરિવારને વળતર આપવાની પણ કંપની અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 

Post Comments