Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુલેટ ટ્રેન પ્રોજકેટમાં જમીન સંપાદનમાં વચેટિયાની ભૂમિકા નાબૂદ કરવાની માગ સાથે ખેડૂતોનો મોરચો

- હાઈસ્પીડ રેલ કોર્પોરેશન અને કલેકટરને આજે રજૂઆત કરશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કાર્યવાહીમાં વચેટિયા સક્રિય બની ખેડૂતોનો સંપર્ક  કરી રહ્યા હોવાથી તા.૧૭મીના રોજ બપોરે બે વાગે શેરખી વિસ્તારનાં ખેડૂતો હાઈસ્પીડ રેલ કોર્પોરેશન અને જિલ્લા કેલકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે તેમની સાથે એકતા ગ્રામિણ પ્રજા વિચારમંચમાં પણ જોડાશે.

કેન્દ્ર સરકારનાં રેલ રસ્તા અંગેના વિવિધ પ્રોજેકટો માટે જમીન સંપદાનની કાર્યવાહી રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે. અગાઉ  એકસપ્રેસ વે રેલવે ફ્રેઈટ કોરિડોર, વરણામા  ગોદીમાં જે રીતે  ખેડૂતોની જમીન ખરીદીમાં વચેટિયાઓની સક્રિય ભૂમિકાથી ખેડૂતોને નુકશાન થયુ હતુ. અને અધિકારીઓ માલામાલ થઈ ગયા હતા.

હવે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં પણ વચેટિયાએ સક્રિય બનતા ૩૦  થી ૪૦ ટકા રકમ ખેડૂતો પાસે માંગી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વચેટિયાની ભૂમિકા નાબૂદ કરવા સરકાર ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી નાણાં ચૂકવે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી સાથે ખેડૂતો કરી રહ્યા છે.

Post Comments