Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાઃ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે 60 કિલોમીટર દુર લઈ જવાની મજબૂરી

સ્માર્ટ સિટી માટે સ્મશાનની જગ્યાએ બગીચો બનાવી દીધો

એક મૃતદેહ લઇ જવા રૃા.૧૫ હજાર ખર્ચ કરવા પડે છે,ચૂંટણી બહિષ્કારની ચીમકી

વડોદરા,તા.15.નવેમ્બર,બુધવાર
વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામની સ્મશાનભૂમિની જગ્યાએ કોર્પોરેશને સ્માર્ટ સિટિ બનાવવાના ભાગરૃપે બગીચો બનાવી દેતા ગ્રામજનોને મૃતદેહની અંતિમક્રિયા માટે ૬૦ કિમી દૂર ચાંદોદ જવાનો વખત આવ્યો છે.

સાડાચાર હજારની વસતિ ધરાવતા વડોદરા પાસેનુ સયાજીપુરા ગામ આમ તો વડોદરા  જિલ્લા પંચાયતની હદમાં આવે છે પણ વિધાનસભા મત વિસ્તાર મુજબ વડોદરાની શહેર-વાડી વિધાનસભાની હદમાં આવે છે.
સયાજીપુરાના ગ્રામજનો માટે કોર્પોરેશનની હદમાં આવેલા કમલાનગર તળાવ પાસે સ્મશાન ઉપલબ્ધ હતુ.પરંતુ,સ્માર્ટ સિટિના પ્રોજેક્ટમાં તળાવનું બ્યુટિફિકેશન કરાતા સ્મશાનને સ્થાને બગીચો બની ગયો છે.જ્યારે,સ્મશાન માટે કોર્પોરેશને ફાળવેલી જગ્યામાં શાકમાર્કેટ ઉભુ થઇ ગયુ છે અને કોર્પોરેશન દ્વારા લારી દીઠ સત્તાવાર માસિક રૃા.૩૦૦ પણ ઉઘરાવવામાં આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
જેથી સયાજીપુરાના ગ્રામજનોને મૃતદેહ લઇ ચાંદોદ ખાતે નર્મદા કિનારે લઇ જવા માટે રૃા.૧૫ હજારનો ખર્ચ કરવો પડે છે.રોષે ભરાયેલા ગ્રામજનોએ ચૂંટણી સુધી કોઇ નક્કર કાર્યવાહી નહીં કરાય તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 

Post Comments