Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાડેથી કાર મુકાવવાને બહાને ચાર કાર માલિક સાથે ઠગાઇ

-નિરવ જેબલિયા અને તેના સાગરિતે ભાડાના રૃા.૮ લાખ અને કમિશનના રૃા.૧.૨૦ લાખ પડાવી લેતા ગુનો

વડોદરા, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

અકોટા વિસ્તારમાં રહેતા નિવૃત આઇજીપીના પુત્ર નિરવ જેબલિયાના વધુ કરતૂત બહાર આવ્યા છે.આ વખતે તેણે ચાર કાર માલિક સાથે સિવિલ એવિએશનમાં ભાડેથી કાર મુકાવી આપવાના બહાને કાર મેળવ્યા બાદ રકમ નહી ચુકવીને છેતરપિંડી કરતા ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ડભોઇની રાજદિપ સોસાયટીમાં રહેતા વેપારી ચિન્મય નૈનેશકુમાર શાહે પોલીસને જણાવ્યુ છે કે,ચાંદોદ ગામે રહેતા અલ્પેશ શાહ મારફતે નિરવ જેબલિયાનો પરિચય થયો હતો.નિરવ સરકારી કચેરીઓમાં ભાડેથી કાર મુકાવી આપી ઉંચુ વળતર આપતો હોવાની અલ્પેશે વાતો કરતા મેં એક સ્કોર્પિઓ કાર ખરીદી નિરવને આપી હતી.

નિરવ જેબલિયાએ અમદાવાદ ખાતે સિવિલ એવિએેશન સેલમાં કાર ભાડેથી મુકવા માટે માસિક રૃા.૩૮ હજાર નક્કી કરી તા.૧૯-૨-૨૦૧૫ના રોજ અમારી કાર લઇ બે મહિનાનુ ભાડુ પણ આપ્યુ હતુ.

ચિન્મયના કહ્યા મુજબ ધંધામાં સારૃ વળતર મળે તેમ હોઇ (૨)મારા બનેવી દર્શિત પરિમલ શાહે ઇનોવા કાર (૩) મારા ભાઇ મનન શાહે બોલેરો કાર અને(૪) મિત્ર ત્રિકેશ જયંતિભાઇ પટેલે સ્વીફ્ટ કાર ભાડે આપી હતી.ચારેય કારના કમિશન પેટ કારમાલિકોએ કારદીઠ રૃા.૩૦ હજાર મુજબ રૃા.૧.૨૦ લાખ ચુકવ્યા હતા.

ત્રણ મહિના સુધી નિયમિત ભાડુ ચુકવ્યા બાદ નિરવે ભાડુ આપવાનુ બંધ કરતા કાર માલિકોએ બાકી રહેલા રૃા.૮ લાખની ઉઘરાણી શરૃ કરી હતી.નિરવે આપેલા ચેકો બાઉન્સ થતા આખરે ગોત્રી પોલીસે નિરવ બાવકુભાઇ જેબલિયા (રહે.તિરૃમાલા સો., અકોટા) અને અલ્પેશ રમેશચંદ્ર શાહ(રહે.ચાંદોદ, ડભોઇ) સામે ગુનો દાખલ કર્યો છે.

Post Comments