Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુલેટ ટ્રેનના સ્ટેશનો જે તે શહેરથી દૂર અને હાઈવેથી નજીકમાં બનશે

- વધારે જમીન સંપાદન ના કરવી પડે તે માટે નિર્ણય

વડોદરા,તા. 17. મે 2018, ગુરુવાર

શહેરી વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ તોડફોડ થાય નહી અને જમીન સંપાદનની ખાસ વધુ જરૃરીયાત રહે નહી તેને ધ્યાનમાં રાખી હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના સત્તાધીશોએ શહેરથી દૂર અને હાઈવે નજીક નવા બુલેટ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યુ છે.

જેમાં વડોદરા અને અમદાવાદના સ્ટેશન શહેર નજીકના રેલવે  સ્ટેશનની નજીકમાં બુલેટ સ્ટેશન બનાવવામાં આવશે જ્યારે અન્ય સ્ટેશન મુખ્ય શહેરથી દુર પરંતુ હાઈવેથી નજીક બનશે.

હાલમાં ભારતીય રેલવે જે પરંપરાગત રેલ સેવાનું સંચાલન કરે છે. એમાં ઘણાં સ્ટેશન્સ મુખ્ય ગામથી બે ત્રણ કિલોમીટર દુરના અંતરે આવેલા હોય છે. અને મુસાફરોએ પોતાના ગામથી  વાહનમાં રેલવે સ્ટેશન સુધી પહોંચવું પડતુ હોય. બુલેટ ટ્રેઇન્સમાં પણ તેનું પુનરાવર્તન થવાનું છે.

બુલેટ ટ્રેન માટે ગુજરાતના વડોદરા અને અમદાવાદ સિવાયના સ્ટેશન્સ જે તે શહેરોની નજીકના   ગામડામાં અને હાલની રેલવેના સ્ટેશનથી સારા એવા દૂરના સ્થળે બંધાશે. આ સ્ટેશન્સ ભારતીય રેલની હાલની લાઈન્સ કરતાં  હાઈવેઝની  વધુ નજીક બંધાશે.

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન માટે અમદાવાદથી મુંબઈને સાંકળતા ૫૦૮ કિમીનો હાઈ ટેકનોલોજી રેલમાર્ગ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ હેઠળ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીસેલ) દ્વારા બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જો કે તેના માત્ર અમદાવાદ અને વડોદરા સ્ટેશન્સ જ ભારતીય રેલવેના પ્રવર્તમાન રેલપથ (પાટાઓ)ની સમાંતર બંધાશે જ્યારે બાકીના છ સ્ટેશન્સ પ્રવર્તમાન  રેલપથનું બદલે રાજય કે રાષ્ટ્રીય ધોરી માર્ગોને સમાંતર બંધાશે.

ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા સિવાય બુલેટ ટ્રેનના રોકાણ માટે જે અન્ય છ સ્ટેશન્સ પંસદ કરાયા છે. તેના ટર્મીનલ્સ એવા સ્થળે બાંધવામાં આવશે કે જેથી આણંદ- ખેડા (નડિયાદ), ભરૃચ - અંકલેશ્વર, બીલીમોરા, નવસારી, વલસાડ અને વાપીના પ્રવાસીઓ તેનો  લાભ લઈ શકશે.

આ રેલપથ રાજયના આઠ જિલ્લાઓમાંથી પસાર થશે જેના માટે એનએચએસઆરસીએલને કુલ ૮૭૫ હેકટર્સ જેટલી જમીનનું સંપાદન કરવું પડશે જેના માટે સંબંધિત જમીન માલિકો સાથે પરમાર્શ બેઠકો યોજવામાં આવી રહી છે. અને  આઠ પૈકીના ૦૬ જિલ્લાઓમાં આવી બેઠકો યોજાઈ ગઈ છે.

બુલેટ ટ્રેનનું ખેડા- આણંદ જિલ્લાનું રેલવે સ્ટેશન ઉત્તરસંડા ગામે બંધાશે જે નડિયા અને આણંદ વચ્ચે આવેલુ છે. આ ગામ તેના   ખાદ્ય પદાર્થોના ગૃહ ઉદ્યોગ  માટે ઘણું જાણીતુ છે. અને બિન નિવાસી ભારતીયોનો ગઢ ગણાય  તેવા સ્થળે આવેલું છે. તેનો લાભ આણંદ ખેડાના નિવાસીઓ લઈ શકશે.

આ રેલવે સ્ટેશન  નેશનલ હાઈવે- ૬૪ અને અમદાવાદ વડોદરા  એકસપ્રેસ વેની વધુ નજીક રહેશે.
તેવી જ રીતે વડોદરા પછી ભરૃચ જિલ્લાના દહેગામ ખાતે બુલેટ ટ્રેનનું પેસેન્જર ટર્મીનલ બંધાશે જેનો લાભ ભરૃચ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારનાં પ્રવાસીઓ લઈ શકશે. આ સ્ટેશન પણ વર્તમાન રેલ માર્ગથી દૂર અને રાજય રાષ્ટ્રીય ધોરી માર્ગોની વચ્ચેના ક્ષેત્રમાં બંધાશે.

તેવી જ રીતે સુરતનું સ્ટેશન અંતરોલી ગામે બંધાસે જે એનએચ-૪૮ની નજીક અને સુરતના વર્તમાન રેલવે સ્ટેશનથી ૦૯ કિમી દુર આવેલું છે. તે પછીનું સ્ટેશન બીલીમોરાથી ૩ કિમી દુર કેસલી ગામે બંધાશે. જેનો લાભ બીલીમોરા, નવસારી અને વલસાડ જિલ્લાના મુસાફરો લઈ શકશે.

આ વિસ્તાર પણ બિન નિવાસી ભારતીયોના ગઢ જેવો છે. જ્યારે ગુજરાતનું છેલ્લુ વાપીનું બુલેટ ટ્રેન સ્ટેશન ડુગરા ગામે બંધાશે. જે રાજય  ધોરી માર્ગથી નજીક અને એચ-૪૮થી અંદાજે સાડા પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે.

Post Comments