Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાઃ સાત વર્ષની લવિશ્કાએ 16,499 ફૂટ ઊંચાઈએ આવેલા રુપકુંડ ટ્રેક પાર કરીને તમામ રેકોર્ડ તોડ્યા

-ટ્રેકિંગ દરમિયાન 10 કિલો કચરો એકઠો કરીને નીચે લાવી

(પ્રતિનિધિ દ્વારા) વડોદરા,તા.14 જુન 2018, ગુરુવાર

સાત વર્ષની બાળકીએ સાહસ અને આત્મવિશ્વાસ સાથે  ઉત્તરાખંડમા ૧૬,૪૯૯ ફૂટ ઊંચાઈ પર આવેલ રુપકુંડ ટ્રેક પાર કરીને તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે.

લવિશ્કા નાગરે સાત દિવસમાં રુપકુંડ તળાવ પાસે પહોંચીને હૈદરાબાદની જ્હાનવીનો રેકોર્ડ બ્રેક કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૦માં આઠ વર્ષીય જ્હાનવીએ રુપકુંડ ટ્રેક પાર કર્યો હતો. લવિશ્કા ૨૦૧૮માં જ પૂણેમાં આવેલ રાજમચ્છી અને વિસાપુર ટ્રેક પર પણ જઈ આવી છે.

છેલ્લા ત્રણ વર્ષથી ટ્રેકિંગ અને પર્વતને પોતાની જિંદગી બનાવનાર લવિશ્કા કહે છે કે મારા પિતા જ મારા હિરો છે. તેઓએ અનેક ટ્રેક કર્યા છે અને તેમને જોઈને જ ટ્રેકિંગમાં જોડાઈ છું. પાવાગઢ ટ્રેકથી શરુઆત કરનાર લવિશ્કા દરરોજ બે થી અઢી કલાક દોડવાનું,સ્વીમીંગ,હાઈ જંપ,યોગા વગેરે કરે છે.

આ સિવાય દર રવિવારે ૧૦ કિમી ચાલે છે.બીજા ધોરણમાં અભ્યાસ કરતી લવિશ્કાએ  ૨ થી ૮ જૂન દરમિયાન રુપકુંડ ટ્રેક ૨૧ લોકોની ટીમ સાથે પાર કર્યો હતો. પોતાના અનુભવો વિશે વાત કરતા લવિશ્કા જણાવે છે કે પર્વતો મને ખૂબ ગમે છે, ટ્રેકિંગનો પહેલો પડાવ મારા માટે મુશ્કેલીભર્યો હતો કારણકે મોટા મોટા પહાડો ચઢ-ઉતર કરવા પડયા હતા. આ સિવાય નીલગંગા નદીના ઠંડા પાણીમાં પસાર થઈને ત્રણ કલાકમાં ૧૦ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા.

મહત્વની વાત એ છે કે લવિશ્કાના પપ્પા પરિવારની વિરુદ્ધ જઈને પોતાની સાથે આ ટ્રેક પર તેને લઈ ગયા હતા.લવિશ્કાના પપ્પા કહે છે કે, મારી દીકરી પર મને ગર્વ છે કારણકે મારી દીકરી ગૃપમાં સૌથી આગળ ચાલતી હતી, જ્યારે ટ્રેકિંગનો છેલ્લો પોઈન્ટ આવ્યો ત્યારે સૌથી પહેલા લવિશ્કા પહોંચી ગઈ હતી. અને નીચે આવ્યા ત્યારે ટીમના દરેક સભ્યને છોડીને ફક્ત લવિશ્કા એકલી સ્વસ્થ રહી હતી.

લવિશ્કા ટ્રેકિંગનો અનુભવ વર્ણવતા કહે છે કે માઈનસ બે થી ત્રણ ડિગ્રીમાં બરફથી ઢંકાયેલા પર્વતની વચ્ચે ચાલવાની ખૂબ મજા આવી હતી. બંને બાજુ ઊંડી ખાઈની વચ્ચેથી પસાર થતા રસ્તાઓ પર ખૂબ ધ્યાનથી ચાલવું પડતું હતું.

ભાગવા બાસાથી રાત્રે ૩ વાગ્યે માથા પર ટોર્ચ પહેરીને રુપકુંડ જવા નીકળ્યા હતા અને સાડા ત્રણ કલાકમાં મુખ્ય પોઈન્ટ પર પહોંચી ગયા હતા.અને જ્યારે હું ઉપર પહોંચી ત્યારે બધા જ મોટા લોકો મને પગે લાગતા હતા.  લવિશ્કાની માતા કહે છે ટ્રેકિંગ પછી છેલ્લા ત્રણ વર્ષમાં તેનામાં આત્મવિશ્વાસ અને મેચ્યોરિટી વધી છે.

'લવિશ્કા પોતાની સાથે ૧૦ કિલો કચરો નીચે લાવી'

૨૨ કિલો વજન ધરાવતી લવિશ્કા ટ્રેકિંગ દરમિયાન ૧૦ કિલો કચરો ઉઠાવીને પોતાની સાથે નીચે લાવી હતી. લવિશ્કાના પિતા જણાવે છે કે ટ્રેકિંગ દરમિયાન તમામને કચરો ભરવા ઈકો ફ્રેન્ડલી બેગ આપી હતી. અને તેમાં કચરો ઠાલવાનો હતો. પર્વત પર લોકો પ્લાસ્ટિકની બોટલ,સેનેટરી નેપકીન, ચોકલેટ અને અન્ય ખાદ્યવસ્તુઓના રેપર નાખીને જતા રહે છે. ગયા વર્ષે ૩૫૦૦ કિલો કચરો ટ્રેકિંગ ટીમ નીચે લાવી હતી.

'દુનિયાનો બીજો સૌથી ઊંચો પર્વત ઓક્ટોબરમાં સર કરશે'

દુનિયાનો બીજો સૌથી ઊંચો પર્વત કિલીમાન્જારોે લવિશ્કા ચાલુ વર્ષે ઓક્ટોબર ૨૦૧૮માં સર કરશે. સાઉથ આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલ કિલીમાન્જારોની ઊંચાઈ ૨૦,૦૦૦ ફૂટ જેટલી છે, સાત વર્ષની વયે લવિશ્કા આ પર્વત સર કરીને અન્ય રેકોર્ડ પણ ટૂંક સમયમાં પોતાના નામે કરશે, તેમ લવિશ્કાની મમ્મીએ ઉમેર્યું હતું.

Post Comments