Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરજણ નગર પાલિકાના ૯ આગેવાનોને ભાજપે સસ્પેન્ડ કર્યા

-વિધાનસભામાં પક્ષ વિરોધી કામ કરનારા આગેવાનો-કાર્યકરો સામે પગલા લેતા ભાજપના આગેવાનો કેમ ખચકાય છે ?

વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

વડોદરા જિલ્લા ભાજપ દ્વારા કરજણ નગર પાલિકામાં બળવો કરી ઉમેદવારી કરનાર બે મહિલા પ્રમુખ સહિત ૯ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે પક્ષ વિરૃધ્ધ પ્રચાર કરનાર આગેવાનો અને કાર્યકરો સામે હજી સુધી કોઇ પગલા લેવાયા નથી.પક્ષના પ્રદેશ મોવડીઓ દ્વારા તાજેતરમાં જિલ્લાના આગેવાનોને તાકીદ પણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

બીજીતરફ કરજણ નગર પાલિકાની આગામી તા.૧૭મીએ યોજાનારી ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહી મળ્યો હોવા છતા કરજણ પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ૯ સભ્યોને જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

સસ્પેન્ડ કરાયેલા આગેવાનોમાં કરજણ નગર પાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂકેલા બે મહિલા આગેવાનો અને અગાઉની ટર્મમાં ચૂંટાયેલા પાંચ સભ્યોનો સમાવેશ થાય છે.

Post Comments