Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

RBI જો કરન્સી સપ્લાય શરૃ નહી કરે તો વડોદરામાં બેંકોની 7 કરન્સી ચેસ્ટ સપ્તાહમાં તળિયાઝાટક થઇ જશે

- વડોદરાના મોટાભાગના ATM ખાલીખમ: બેંકોમાંથી રોકડ મળતી નથી

- લોકો રોકડનો સંગ્રહ કરવા લાગતા બેંકોમાં રોકડ વ્યવહાર ઠપ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

વડોદરામાં આવેલી ખાનગી અને નેશનલાઇઝ મળીને તમામ બેંકોમાં કરન્સી નોટની અછત છેલ્લા એક મહિનાથી જોવા મળી રહી છે અને હવે સ્થિતિ એ આવી છે કે જો RBI આ એક સપ્તાહમાં કરન્સી નોટ્સનો સપ્લાય નહી આપે તો બેંકોની કરન્સી ચેસ્ટ ખાલીખમ થઇ જશે એવી દહેશત બેંક અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

શહેરમાં મુખ્યત્વે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી, બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક સહિતની બેંકો અને તેના ATMમાં રોકડની અછત ઉભી થઇ છે અને છેલ્લા 15 દિવસથી તો શહેરના મોટાભાગના ATM બંધ છે. સપ્તાહમાં એક જ વખત ATMમાં કેશ મુકવામાં આવે છે તે પણ હવે બંધ થઇ ગયુ છે. લોકોને બેંકમાંથી પણ જો રોકડ રૃ.૫૦૦૦નો ઉપાડ જોઇતો હોય તો બેંક દ્વારા આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે.

આ અંગે બેંક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાત કરતા એવુ જાણવા મળ્યુ છે કે 'RBI દ્વારા જ કરન્સી નોટ્સનો સપ્લાય આપવામાં આવતો નથી. ખાસ કરીને રૃ.૨૦૦૦, ૫૦૦ અને ૧૦૦ની નોટનો સપ્લાય સદંતર બંધ કરી દેવાયો છે. ATMમાં રૃ.૨૦૦૦, ૫૦૦ અને ૧૦૦ની નોટ જ ફીડ થતી હોય છે એટલે ATMમાં મુકવા માટે બેંકો પાસે રોકડ બચી નથી'

'વડોદરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ૨ તથા બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, યુકો બેંક અને સેન્ટ્રલ બેંકની એક એક મળીને કુલ ૭ કરન્સી ચેસ્ટ છે. RBIમાંથી કરન્સી નોટ આવતી નથી. કરન્સી નોટની અછતની વાત ફેલાતા લોકો પણ હવે રોકડ નાણાનો સંગ્રહ કરવા લાગ્યા છે એટલે બેંકનો રોકડ વ્યવહાર લગભગ ઠપ થઇ ગયો છે આ સ્થિતિ જો એક સપ્તાહ વધુ ચાલી તો બેંકોની કરન્સી ચેસ્ટ તળીયા ઝાટક થઇ જશે'

કરન્સી અછતના કારણે ગ્રાહકો સાથે ઘર્ષણ થઇ રહ્યુ છે
RBI દ્વારા કરન્સી નોટ્સનો સપ્લાય બંધ કરવામાં આવતા રોકડની અછત ઉભી થઇ છે. RBI દ્વારા રોકડ કેમ મોકલવામાં આવતી નથી તે અમને પણ જાણ નથી પરંતુ મોટી રકમની નોટ્સ જેમ કે રૃ.૨૦૦૦, ૫૦૦ અને ૧૦૦ની નોટ્સનો સપ્લાય બંધ છે એટલે ATMમાં પણ રોકડ ફીડ થતી નથી અને બેંકમાં પણ નાણા નહી હોવાથી ગ્રાહકો સાથે રોજ ઘર્ષણના બનાવ બને છે.
-કે. ધર્માધિકારી, ડેપ્યુટી રિજનલ મેનેજર (સેન્ટ્રલ બેંક)

RBIનો પ્રશ્ન છે, હું કશુ કહી શકુ તેમ નથી
મોટી નોટોનો સપ્લાય RBI દ્વારા બંધ કરવામાં આવ્યો છે એટલે ATMમાં પણ શોર્ટેજ છે. પરંતુ નોટોનો સપ્લાય કેમ બંધ છે તે RBIનો પ્રશ્ન છે એ  બાબતે કશુ કહેવા માટે મને કોઇ અધિકાર નથી માટે હું કશુ કહી શકુ તેમ નથી પણ નોટ સપ્લાયનો ઇશ્યુ માત્ર ગુજરાત નહી પરંતુ દેશભરમાં છે.
- આર કે મહેરા (એજીએમ) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

બેંકના બધા ઝોનમાં કરન્સી શોર્ટેજ છે
માત્ર વડોદરા નહી પરંતુ બેંકના બધા ઝોનમાં કરન્સી શોર્ટેજ છે. RBIમાંથી જ સપ્લાય નથી એટલે આ સમસ્યા ઉભી થઇ છે આથી વધુ કશુ કહેવા માટે મારી સત્તા નથી
- પી.કે.ધોળકીયા (મેનેજર-ઝોનલ વિજિલન્સ ઓફિસર) દેના બેંક

Post Comments