Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દક્ષિણ આફ્રિકામાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ તા.૩૧મી માર્ચથી બંધ કરાશે

-તા.૧ એપ્રિલથી બેન્ક માત્ર બાકી વસૂલાતની જ કામગીરી કરશે

વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

બેન્ક ઓફ બરોડાની દક્ષિણ આફ્રિકાની બ્રાન્ચ તા.૩૧ માર્ચથી બંધ કરવા અંગે દક્ષિણઆફ્રિકાની રિઝર્વ બેન્કને પત્ર લખી જાણ કરી છે.

દક્ષિણ આફ્રિકા સરકારની વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવતા નાણાકીય સહાયના ૧૦.૬ મીલીયન ડોલર રકમ ગુપ્તા ગૃપ ઓફ કંપનીને તત્કાલીન રાષ્ટ્ર પ્રમુખ જકોબ ઝુમાએ ફાળવ્યા હતા અને આ ગુપ્તા ગૃપ ઓફ કંપનીએ દક્ષિણ આફ્રિકા સ્થિત બેન્ક ઓફ બરોડા દ્વારા કરોડો રૃપિયાની રકમ બારોબાર સગેવગે કરી નાણાંકિય ગોટાળા કર્યા હોવાની વિગતો બહાર આવી હતી.

આ અંગે મામલો કોર્ટમાં જતા ગુપ્તા ગૃપ ઓફ કંપનીનાં એકાઉન્ટ બંધ કરી દેવા હુક્મ થયો હતો તેમ છતાં તેના એકાઉન્ટ યથાવત ચાલુ રાખ્યા હતા.

આ સમગ્ર નાણાંકિય ગોટાળા અંગે દક્ષિણ આફ્રિકાની રિઝર્વ બેન્કે બેન્ક ઓફ બરોડાને રૃા.પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. દરમિયાન બેન્ક ઓફ બરોડાની વિદેશની હોંગ કોંગ, થાયલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની બ્રાન્ચ બંધ કરી દેવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાની રિઝર્વ બેન્કને પત્ર પાઠવી તા.૧લી માર્ચથી લોન આપવાની અને ડીપોઝીટો સ્વીકારવાની કામગીરી બંધ કરશે. અને ૩૧ માર્ચથી સમગ્ર બેન્કીંગ પ્રક્રિયા બંધ કરશે તે અંગે પત્ર લખ્યો છે.

તા.૧લી એપ્રીલથી બેન્ક ઓફ બરોડા માત્ર બાકી વસુલાતની કામગીરી કરશે તેમ દ.આફ્રિકાની રિઝર્વ બેન્કને જણાવ્યું છે.

Post Comments