Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વામિત્રીથી અંકલેશ્વર ટ્રેનમાં જતો વિદ્યાર્થી રહસ્યમય લાપત્તા

-વડોદરાથી વલસાડ રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા છતા પત્તો ના મળ્યો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.18 મે 2017, ગુરૂવાર

વિશ્વામિત્રી  રેલવે સ્ટેશન પરથી  અંકલેશ્વર જવા માટે ટ્રેનમાં બેસેલો ૧૫ વર્ષનો કિશોર ઘેર પહોંચ્યો ન હતો.  છેલ્લા એક સપ્તાહથી લાપત્તા થયેલા પુત્રને શોધવા માટે માતાપિતાએ વલસાડ રેલવે સ્ટેશન સુધી સીસીટીવી કેમેરાની તપાસ કરી છતા પુત્રનો કોઇ પત્તો નહી મળતા  રેલવે પોલીસમાં ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતિ મુજબ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં રહેતા હેમંતભાઇ ચૌહાણ વાગરા ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમના બે પુત્રો પૈકી મોટો ૧૫ વર્ષનો પુત્ર દેવ  જુનાદીવા ખાતેની સ્વાવી વિવેકાનંદ ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં ધોરણ-૮માં અભ્યાસ કરે છે. હાલ વેકેશનનો સમય હોવાથી તે વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મામાના ઘેર રહેવા માટે આવ્યો હતો. વડોદરા થોડા દિવસો રહ્યા  બાદ દેવની માતા ગાયત્રીબેનનો  ફોન મામાના ઘેર આવ્યો હતો અને ટયુશન ક્લાસ શરૃ થઇ જવાના હોવાથી તુ ઘેર આવી જા તેવો સંદેશો આપ્યો હતો.

દરમિયાન તા.૯ના રોજ દેવને મામાની બે પુત્રીઓ વિશ્વામિત્રી  રેલવે સ્ટેશન પર આવતી વિરમગામ-વલસાડ ટ્રેનમાં બેસાડયો હતો  દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર તેની માતાએ તપાસ કરતા ટ્રેનમાંથી પુત્ર  ઉતર્યો ન હતો તેમ જણાયુ હતું. દરમિયાન અંકલેશ્વર તેમજ ભરૃચ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવા છતા તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ વલસાડ રેલવે સ્ટેશન સુધીના રેલવે સ્ટેશનોના સીસીટીવી કેમેરા ચેક કરાયા છતા દેવનો પત્તો મળ્યો ન હતો.  ઘરના સભ્યોએ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી અને  વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments