Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરસીના જમણવાર બાદ ૩૨ લોકોને ફુડ પોઈઝનીંગ થતાં દોડધામ

-જમણવાર બાદ ભજનના કાર્યક્રમ દરમિયાન પરિવારજનો અને મહેમાનોની તબિયત લથડી

વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

શહેરના માણેજા વિસ્તરામાં ગત રાત્રે વરસી પ્રસંગે જમણવાર બાદ ભજન કાર્યક્રમ દરમિયાન ૩૨ લોકોને ફુડ પોઈઝનીંગ થતા દોડધામ મચી હતી. તમામ અસરગ્રસ્તોને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકીના ૧૭ની હાલત ગંભીર હોઈ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ માણેજા વિસ્તારના વલ્લભનગરમાં રહેતાં મહેશભાઈ બાબુભાઈ સોલંકીના પિતાની ગઈ કાલે વરસી હોઈ તેમણે વરસી પ્રસંગે જમણવાર અને રાત્રે ભજનનો કાર્યક્રમનું અયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં આવેલા મહેમાનો દાળ,ભાત,શાક,પુરી અને ગાજરના હલવાનું જમણ જમ્યા હતા. જમણવાર બાદ ભજન કાર્યક્રમ ચાલું થવાની તૈયારી થતી હતી તે સમયે જ એકાએક પરિવારજનો અને મહેમાનોને ઝાડા-ઉલ્ટી થવાની શરૃઆત થઈ હતી.

ફુડ પોઈઝનીંગના કારણે એક સાથે ૩૨ જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થતા આ બનાવની ૧૦૮ એમ્બ્યુલન્સમાં જાણ કરાતઈ હતી. વલ્લભનગરમાં ૧૦૮ ની ત્રણ એમ્બ્યુલન્સ ઉપરાછાપરી આવી પહોંચતા સમગ્ર વિસ્તાર એમ્બ્યુલન્સના સાઈરનથી ગુંજી ઉઠયો હતો જેના પગલે આ વિસ્તારના રહીશોમાં પણ દોડધામ મચી હતી.

તમામ અસરગ્રસ્તોને તુરંત સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકીના ૧૫ની હાલત સુધારા પર હોઈ તેઓને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી. જોકે આ પૈકીના ૧૭ લોકોની ઝાડા-ઉલ્ટીના કારણે તબિયત લથડતા તે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની મકરપુરા પોલીસને જાણ કરાતાં પોલીસે પણ અસરગ્રસ્તોની પુછપરછની તજવીજ શરૃ કરી હતી.

Post Comments