Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંજયનગર કૌભાંડની તપાસ માટે એડીશનલ ચીફ સેક્રેટરી ટીમ વડોદરા દોડી આવી

-કમિશનર પાસેથી કૌભાંડની વિગતો મેળવી અને સ્થળની મુલાકાત લીધી

વડોદરા, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

શહેરના હરણી-વારસીયા રીંગરોડ પર આવેલી સંજયનગર ઝુપડપટ્ટી તોડી કોર્પોરેશને લોકભાગીદારીનો અભિગમ અપનાવી ખાનગી બિલ્ડરને જમીન આપી તે સ્થળે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ કરવામાં આવ્યો જેમાં કરોડો રૃપિયાનું કૌભાંડ થયું હોવાની વિગતો બહાર આવતા આખરે રાજ્ય સરકારે ગઇકાલે તપાસનો હુકમ કર્યો જે આધારે  એડીશનલ ચીફ સેક્રેટરી પુનમભાઇ પરમાર તથા તેમની ટીમે આજે વડોદરા ખાતે આવી સમગ્ર કૌભાંડની માહિતી મેળવી હતી. સાથે સાથે તેમણે ે સ્થળ સ્થિતિની મુલાકાત પણ લીધી હતી.

 બિલ્ડરોએ નજીકમાં પસાર થતા ઓડનગર ગરનાળા પર સ્લેબ લગાવવાનું અને વરસાદી કાંસનું કામ કરવાનું હતું. પરંતુ તેઓએ શરત ભંગ કરી કોર્પોરેશનના ખર્ચે કરવા માટે કેટલાક ઇજારદારોની સાથે મીલીભગત કરી હતી. આ ઉપરાંત ત્રણ વ્યક્તિએ જોઇન્ટ વેન્ચર કંપની ઉભી કરી અને પાછળથી તેમાં ભાગીદારીના હિસ્સામાં ફેરફાર કર્યો હતો.

આ સમગ્ર કૌભાંડ અંગેનો મામલો અખબારોમાં ચમક્યો હતો તેમજ કેટલાકે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતા રાજ્ય સરકારે આ  કૌભાંડ અંગે તપાસ સમિતિની રચના કરી હતી અને સાત દિવસમાં પ્રાથમિક અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો હતો. આ કૌભાંડની તપાસની જવાબદારી એડીશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ)ને સોંપવામાં આવી હતી.આજે એડીશનલ ચીફ સેક્રેટરી અને તેમની પાંચ સભ્યોની ટીમ વડોદરા ખાતે આવી પહોંચી હતી.

જ્યાં તેઓએ મ્યુનિ.કમિશનર વિનોદ રાવ પાસેથી સમગ્ર માહિતી મેળવી હતી.  કમિશ્નરપાસેથી સંજયનગર,પ્રધાનમંત્રી ગૃહ યોજનાનું ટેન્ડર કયારે મંજૂર થયું તેમાં કેટલા બિલ્ડરોએ ભાગ લીધો ત્યારબાદ કયારે મંજૂરી આપી અને પીપીપી મોડલના નિતીનિયમ અંગેની જાણકારી મેળવી હતી. આ ટીમે હરણી-વારસીયા રીંગરોડ પર સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામના સ્થળે પણ મુલાકાત લીધી હતી.

આ કૌભાંડ અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ એડીશનલ ચીફ સેક્રેટરી પુનમભાઇ પરમારે સાત દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો છે.

Post Comments