Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતભરના ખેડૂતો સાથે કરોડોની ઠગાઈ કરતું ડામોર દંપતી ઝડપાયું

-વડોદરામાં એસએનસી કંપની ખોલી કેતન ડામોર પોતે સીઈઓ અને પત્ની લક્ષ્મીને એમડી બનાવી હતી

લુણાવાડા, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

ઈન્સ્યોરન્સ તથા આધુનિક એગ્રીકલ્ચર, લેન્ડ ડેવલોપર ડેરી ફાર્મના પ્રોજેકટ ઉપર કામ કરી કંપનીનો વિકાસ કરવાની લાલચ આપી વડોદરાની એસ.એન.સી. કંપનીના સીઈઓ કેતન ડામોર અને એમ.ડી. પત્ની લક્ષ્મીબેન ડામોરને મહિસાગર જિલ્લા પોલીસે રાજકોટમાં સતત બે મહિના વોચ ગોઠવીને ઝડપી પાડયા હતા. બંટી ઔર બબલી તરીકે ઓળખાતા આ ઠગ દંપતીને ગુજરાત ભરમાં ખેડૂતો સાથે ઠગાઈ કરી કરોડો રૃપિયા ઘરભેગા કર્યા હતા.

ખેડૂતો પાસેથી પાક તેમજ ડેરી ફાર્મની પ્રોડકટો ખરીદવા અને વીના પોલીસીના નામે ઠગાઈ કરનાર આરોપીઓ કેતન ડામોર તથા લક્ષ્મીબેન ડામોર રૃા.૭૪૦૦૦૦૦ની ઠગાઈ કરેલ હોય તેમજ ગુજરાતનાં અન્ય વિસ્તારોમાંથી પણ કરોડો રૃપિયાની છેતરપિંડી કરી સને ૨૦૧૪થી નાસતા ફરતા હોય.

અને આ બંને આરોપીઓને પકડી પાડવાની સુચના આપતાં પી.એસ.આઈ એચ.એન. પટેલ તથા એમ.ડી. બારડ દ્વારા એસ.ઓજી. પેરોલ સ્કોર્ડ ટીમના માણસો દ્વારા અલગ અલગ ટીમ બનાવી છેલ્લા ચાર મહિનાથી વોચ બાદ બંને આરોપીઓ જુનાગઢ અથવા રાજકોટ ધામા નાંખી કેતન કેશરાભાઈ ડામોર તથા લક્ષ્મીબેન કેતનભાઈ ડામોરને રાજકોટ કોઠારીયા રોડથી ઝડપી પાડયા છે.

કેતન ડામોર તથા લક્ષ્મી ડામોર બંને મળીને જેમાં કેતન ૨૦૦૮ની સાલમાં લાઈફ કેર પ્રાઈવેટ લીમીટેડ કંપની સુરત ખાતે રીલાયન્સ ઈન્સ્યોરન્સ પોલીસી વેચવાના એજન્ટ તરીકે કામ કરતો હોય ત્યાર પછી પોતાની કંપની નામે એસ.એન.સી. સને ૨૦૧૦માં વડોદરા ખાતે ખોલી પોતે સી.ઈ.ઓ તથા પત્નીને એમ.ડી.બનાવી તેમની નીચે ડાયરેકટર તથા ગ્રાહકો બનાવી કંપનીની રચના કરેલ જેમાં ઈન્સ્યોરન્સ તથા આધુનિક એગ્રીકલચર, લેન્ડ ડેવલોપર, ડેરી ફોર્મના પ્રોજકેટ ઉપર કામ કરી કંપનીનો વિકાસ કરવાની લોકોને જાહેરાત કરેલ.

તેમજ આ બંને બંટી અને બબલીએ મહુવા, સુરત કવાંટ, છોટાઉદેપુર પાવીજેતપુર, લુણાવાડા પંચમહાલ બરોડા માં કંપનીની બ્રાંચો ખોલી ખેડૂતો તથા વેપારીઓ પાસેથી ડાંગર, દિવેલા ઘઉં વિગેરે અનાજ બજાર ભાવ કરતાં વદારે ભાવની લાલચ આપી કરોડો રૃપિયાનું અનાજ ખરીદી કરી કોઈને પૈસા નહી આપી બારોબાર વેચી મારેલ.

તેમજ લોકોને પાંચ વર્ષ સાત મહિનામાં પોતાના ઇન્વેસ્ટ કરેલા પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી મહિસાગર દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી વિગેરે જિલ્લાઓમાં લોકો પાસેથી આશરે ૧૫ કરોડ રૃપિયાની ઠગાઈ કરી છુમંત થઈ ગયેલ.

Post Comments