Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરામાં મુસ્લિમ મહિલાઓએ પીએમના જન્મદિવસની ઉજવણી માટે કમળની મહેંદી મુકાવી

-નરેન્દ્ર મોદીના 68મા જન્મ દિવસને 680000 મહિલાઓ કમળની મહેંદી સાથે સેલિબ્રેટ કરશે

-68મા જન્મદિવસે મોદી નર્મદા અને ડભોઈની મુલાકાત લેવાના છે

 

વડોદરા,તા.14 સપ્ટેમ્બર,ગુરુવાર

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમનુ લોકાર્પણ કરશે.એ પછી તેઓ ડભોઈમાં એક જાહેર સભા સંબોધીત કરશે.

યોગાનુયોગ આ દિવસે નરેન્દ્ર મોદીની 68મી વર્ષગાંઠ પણ છે.વડાપ્રધાનનો જન્મ દિવસ ઉજવવા માટે વડોદરા ભાજપની  નેતાગીરી કોઈ કસર છોડવા માંગતી નથી.જેના ભાગરૃપે મહિલા મોરચા દ્વારા મહિલાઓના હાથમાં કમળની મહેંદી મુકીને વડાપ્રધાનનુ સ્વાગત કરવાનુ નક્કી કરાયુ છે.
 

 

કુલ મળીને 68000 મહિલાઓ હાથમાં કમળની મહેંદી મુકાવશે.અલગ અલગ વોર્ડમાં આ માટેના કાર્યક્રમો શરૃ થઈ ગયા છે.નોંધપાત્ર વાત એ છે કે મુસ્લિમ બહુમતિ વાળા તાંદલજા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી માટે મુસ્લિમ મહિલાઓએ પણ હાથ પ કમળની મહેંદી મુકાવી હતી.

 


તસવીરઃચંદન ગિરિ

Post Comments