Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાઃ અધિક માસમાં જ ગાયોની કતલ, નવાયાર્ડ વિસ્તારના ખાટકીવાડમાં ૩૪૮ કિલો ગૈામાંસ મળ્યુ

-છ દુકાનોમાં ચેકિંગ, ખાટકીઓ ફરાર થઈ ગયા

(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,તા.14  જુન 2018, ગુરુવાર

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ડી-કેબિન પાસે આવેલા ખાટકીવાડમાં  સવારે પોલીસે દરોડા પાડી ૩૪૮ કિલો ગૈામાંસનો જથ્થો તેમજ ગાયના અંગો ઝડપી પાડયા હતા. પવિત્ર અધિક માસમાં ગાયના કતલ કરી તેના માંસનું વેચાણ થતું હોવાની વાતે સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરાટ ફેલાતા પોલીસને  સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત રાખવાની ફરજ પડી હતી. આ બનાવમાં સંડોવાયેલા ફરાર બે ખાટકીઓની પોલીસે શોધખોળ શરૃ કરી છે.


ગઈકાલે બુધવારે નવાયાર્ડના ડી-કેબિન પાસે લોકો-શેડ નજીક આવેલા ખાટકીવાડમાં ગાયની કતલ કરવામાં આવી હોવાની જીવદયા કાર્યકરોએ પોલીસ કન્ટ્રોલ રૃમમાં જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં જ ડીસીપી મનીષસીંગ તેમજ એસીપી દેસાઈ અને ફતેગંજ પોલીસ મથકના કાફલાએ વહેલી સવારથી ખાટકીવાડમાં તપાસ શરૃ કરી હતી. પોલીસ કાફલાના જોતા જ આ વિસ્તારમાં ઉત્તેજના મચી હતી અને આ વિસ્તારમાં મટનની દુકાન ધરાવતા ખાટકીઓ પણ ભુર્ગભમાં ઉતરી ગયા હતા.


પોલીસે ખાટકીવાડની મટનની દુકાનોમાં તપાસ કરી હતી જે પૈકી ત્રણ દુકાનમાંથી માંસ અને શીંગડા મળી આવતા આ બનાવની કોર્પોરેશનના આરોગ્ય શાખાને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે આવી પહોંચેલી આરોગ્ય વિભાગના વેટરનરિ ઓફિસર સહિતના સ્ટાફે કુલ છ દુકાનોમાંથી આશરે ૭૦૦ કિલો મટન અને અન્ય સામાન કબજે કર્યો હતો.


જપ્ત કરાયેલા માંસની ચકાસણી માટે સુરત ખાતેથી એફએસએલની ટુકડીે બોલાવવામાં આવી હતી. માંસના પૃથ્થકરણ માટેના સાધનો સહિતની વાનમાં આવેલા એફએસએલ અધિકારી ડી.એન.પટેલે ઘટનાસ્થળે માસના નમુનાનું પૃથ્થકરણ કર્યું હતું જેમાં જપ્ત કરાયેલા ૭૦૦ કિલો પૈકી કુલ ૩૪૮ કિલો માસ ગૈામાંસ હોવાનું તેમજ કપાયેલા અંગો પણ ગાયના હોવાની વિગતો મળતા પોલીસ ચોંકી ઉઠી હતી.


પોલીસે ગૈાવંશ સપ્લાય કરી તેની હત્યા કરવામાં સંડોવાયેલા નવાયાર્ડના ખાટકીવાડમાં રહેતા રફીક કાશીમભાઈ કુરેશી, હાજરાબીબી હુસેમાન કુરેશી અને શાહબુદ્દી બાબુ કુરેશી સામે ગુનો નોંધ્યો હતો. ફતેગંજ પોલીસે ઘટનાસ્થળેથી માંસ કાપવાના છરા, કુહાડી,વજનકાંટા અને તગારા સહિતની ચીજો જપ્ત કરી હતી. જે દુકાનોમાંથી માંસ મળ્યું હતું તે તમામ દુકાનો કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી હતી.

ગૈાવંશ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૭માં પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બહાર પાડયો છે તે હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.બીજીતરફ હાલમાં ચાલી રહેલા પવિત્ર અધિક માસમાં ખાટકીવાડમાં ગાય કાપી નાખવામાં આવી હોવાની જાણ થતા આ વિસ્તારમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. આ બનાવના કોઈ પડઘા ના પડે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ પોલીસે ફરાર ખાટકીઓની શોધખોળ શરૃ કરી છે.

Post Comments