Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા: 24 કલાકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર-ઠેર પાણી

- નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી

વડોદરા, તા. 12 જુલાઈ 2018 ગુરુવાર

વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના કારણે અનેક વિસ્તારનો પાણીમાં ગરકાવ થવા પામ્યો છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે વડોદરા શહેરમાં ભારેથી અતિભારે વરસાદ આગામી બે દિવસમાં પડનાર છે. જ્યારે ગત રોજ બપોરથી શરૂ થયેલા ધીમા વરસાદની જમાવટ આજ સવાર સુધી ચાલી હતી.

થોડા સમયના વિરામ બાદ ફરી વાર વરસાદે રમઝટ જમાવી હતી. સતત પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. શહેરના એમ.જી રોડ, ગેંડીગેટ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, ઈલોરાપાર્ક, સુભાનપુરા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં છ ઈંચ જેટલા ખબકેલા વરસાદમાં સમગ્ર વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા આજે સવારે વાહનચાલકો અટવાઈ ગયા હતા. જ્યારે એમ.જી રોડ ઉપર પાણી ભરતા દુકાનોમાં પાણી પેસી ગયા હતા.

હજી પણ વરસાદી માહોલ છવાયેલો છે જ્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન પણ વરસાદના આગમનની આગાહી હોવાથી જનજીવન ઠપ્પ જોવા મળ્યુ હતુ.

Keywords 24,hours,rain,in,vadodara,

Post Comments