Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૨૦૦ પાનના ડોક્યુમેન્ટસ સીઆઈડીએ કબ્જે કયૉ, વધુ ધરપકડના ભણકારા

-શિવધારા કંપનીનું રાજ્યવ્યાપી લોન કૌભાંડ

-વડોદરા,આણંદ, ભરૃચ સહિતના સ્થળોના અનેક ગ્રાહકો ઠગાયા,૨૭ ગ્રાહકોની સીઆઇડીમાં ફરિયાદ

વડોદરા,તા.૧૬ મે 2018, બુધવાર

સસ્તા દરે કરોડોની લોન આપવાને બહાને પ્રોસેસિંગ ફી ના નામે લાખો રૃપિયા પડાવી લેનાર શિવધારા કંપની સામે સીઆઇડીએ પણ તપાસ કરી હતી અને એક ડાયરેક્ટર અને મેનેજરની ધરપકડ કરી હતી.

શિવધારા ચંદન ફીન સર્વ કંપનીએ વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત આણંદ,ભરૃચ સહિતના સ્થળોએ આ જ રીતે લોન આપવાને બહાને નેટવર્ક પાથર્યુ હોવાની ફરિયાદને આધારે સીઆઇડી(ક્રાઇમ) દ્વારા તપાસ કરીને ગુનો નોંધાયો હતો.


સીઆઇડીના ડીવાયએસપી યશપાલ જગાણિયાએ કહ્યુ હતુ કે,અમને આ અંગેની અરજી મળતા તપાસ કરી હતી અને અત્યાર સુધીમાં ૨૭ ગ્રાહકોએ રૃા.૧૦ લાખ ગુમાવ્યા હોવાની વિગતો ખુલી છે.


સીઆઇડીની ટીમે ઓફિસમાંથી ૧૨૦૦ પાનના ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા હતા અને હજી અમે ભોગ બનનારાઓને શોધીને બોલાવી રહ્યા છીએ.


તેમણે જણાવ્યુ હતુ કે,સીઆઇડી (ક્રાઇમ)માં આ અંગે ગુનો નોંધી શિવધારા કંપનીના ડાયરેક્ટર આકાશ કહાર અને મેનેજર જયેશ પટેલની ધરપકડ કરાઇ હતી.જ્યારે,આ ગુનામાં ગોત્રી પોલીસના રિમાન્ડ પુરા થાય પછી ડાયરેક્ટર જૈમિકાની ધરપકડ માટે તજવીજ કરાશે.

Post Comments