Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલેડિયા જીનમાં ખેડૂતો વેપારીઓ અને બેંકોનાં ૧૦ કરોડ સલવાયા

-સંખેડા- બોડેલીમાં બે માસમાં ઠગાઇથી ખેડૂતોના ૨૦ કરોડ ડૂબ્યા

નસવાડી,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડા તાલુકાનાં કલેડિયા ગામના કપાસની જીનના માલિકે દસ કરોડથી વધારે રકમનું ઉઠમણું કરતાં ૩૨ ખેડૂતો સંકેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ધક્કા ખાઇ રહ્યાં છે. ખીચડીયાના ખેડૂતે પોલીસ સ્ટેશન સામે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હોવા છતાં આ ખેડૂતની ફરિયાદ પોલીસ નોંધતી નથી. તેમાં સાડા ત્રણ લાખ રૃપિયા તેમજ ખીચડીયા ગામની અઢાર ખેડૂતોનાં ૫૦ લાખ રૃપિયાઓમાં સંડોવાયા છે.

સંકેડા તાલુકાનાં કલેડિયા ગામે શ્રી રામ કોટન જીનમાં ચંદ્રકાંત શેઠ નામના વેપારીએ નસવાડી, સંખેડા, બોડેલી, તિલકવાડાના ખેડુતોનો કપાસ ખરીદ્યો હતો. કપાસના રોકડા નાણા ચૂકવવાની જગ્યાએ જીનના માલિકે ખેડુતોને ચેક આપ્યા હતા. પરંતુ બેંકમાં બેલેન્સ નહી હોવાથી તમામ ખેડુતોના ચેક પાછા ફર્યા હતા. ત્રણ તાલુકાના ખેડુતો આ જીનના માલીક સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા માટે વારંવાર અરજી સાથ પોલીસ સ્ટેશને જઇ પહોચ્યા હતા પરંતુ પોલીસે ફરિયાદ નહી નોધતા રજીસ્ટર ટપાલથી સંખેડા પોલીસ સ્ટેશનમાં અરજી મોકલી છે. પરંતુ ખેડુતોના વહારે આવવાની જગ્યાએ પોલીસ કપાસના વેપારીની મદદ કરી રહી છે. ખેડુતોના જણાવ્યા મુજબ નસવાડી તાલુકાના ખીચડીયા ગામના ૧૮ ખેડુતોના ૫૦ લાખથી વધુની રકમ તેમાં સંડોવાઇ છે. જ્યારે ત્રણ તાલુકાના ખેડુતોની ચાર કરોડથી વધુ રકમ બાકી છે. નસવાડીના ધિરધાર કરનાર વેપારીઓના તેમજ બોડેલીના ધીરધાર કરનાર વેપારીના બે કરોડથી વધુની રકમ બાકી છે. બેંકોની ચાર કરોડથી વધુની રકમ બાકી છે. આમ બાર કરોડથી વધુ રકમનું ઉઠમણું કપાસના આ વેપારીએ કરી નાખ્યું છે. તે હવે કલેડીયા છોડીને વડોદરા ભાગી ગયો છે. ખેડૂતોની હાલત કફોડી થતા ખીચડીયા ગામના ખેડૂતે જો જીન માલીક સામે પોલીસ ફરિયાદ નહિ નોંધે તો ઝેરી દવા પીવાની ધમકી પણ ઉચ્ચારી છે. ગુજરાતમાં અને છોટાઉદેપુર અને નર્મદા જીલ્લામાં ખેડુતોને દિન દહાડે છેતરનાર ઠગ વેપારીઓ સામે ચારે તરફ રોષ ભભુકી ઉટયો છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને સંખેડામાં છેતરપીડીના છ માસમાં બે બનાવથી વીસ કરોડથી વધુ નુકશાન ખેડુતોનાં ગરીબ પરિવારોનું થયું છે.

Post Comments