Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નર્મદારથના કાર્યક્રમનો વિરોધ કરતા 10 કોંગ્રેસીઓની ધરપકડ

- દિયોદર તાલુકાના લવાણા ગામમાં ઘટના બની

- ગામમાં આવેલ રથમાં કોંગ્રેસીઓએ સરદાર પટેલનો ફોટો લગાવી વિરોધ કરતાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને

દિયોદર, તા.13 બુધવાર સપ્ટેમ્બર 2017

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં નર્મદા રથયાત્રાનો પ્રારંભ થતાં આ રથ આજરોજ લવાણા ગામે આવતા કોંગ્રેસી કાર્યકરોએ રથ પર સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો લગાવી વિરોધ કરતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા અફડા-તફડી મચી જવા પામી હતી.

જેથી યાત્રાનો વિરોધ કરતાં 10 કોંગ્રેસીઓની પોલીસે ધરપકડ કરી હતી.આ બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો. સમગ્ર રાજ્યમાં સરકાર તરફથી ગામે ગામે નર્મદા રથ ફેરવવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામે આ રથ આવી પહોંચતાં કોંગ્રેસના કાર્યકરોએ નર્મદા રથ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો લગાવી વિરોધ કરતાં ઘડીભર ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો સામસામે આવી ગયા હતા. 

પોલીસે સમયસુચકતા દાખવી કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી તેઓને કાર્યક્રમમાંથી જ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.  આ અંગે કોંગ્રેસી કાર્યકર શ્રવણ દવેએ જણાવ્યું હતું કે નર્મદાનો પાયો નાખનાર સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો નર્મદા રથ પર ન હોઈ કોંગ્રેસે તેઓનો ફોટો ચોટાડતાં ભાજપના કાર્યકરોએ અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી.

જ્યારે સામે ભાજપના મંત્રી ટી.પી.રાજપુતે જણાવ્યું હતું કે ગામમાં નર્મદારથ આવતા કોંગ્રેસના કાર્યકરો રથ પર ચડી જઈ બેનરો ફાડવા લાગ્યા હતા અને હલ્લાબોલ કરતાં તેઓએ તેનો વિરોધ કરી પોલીસને જાણ કરી હતી. આમ નર્મદા રથને મામલે બંને પક્ષો વચ્ચેનો આધાર હવે ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું.

Post Comments