Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અઠવાડિક ભવિષ્ય

તા.૧૫-૪-૨૦૧૮ રવિવારથી તા.૨૧-૪-૨૦૧૮ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

તા. ૧૮ એપ્રિલ બુધવાર અખાત્રીજ છે. જૈન વરસી તપના પારણા થશે. તા. ૨૦મીથી ગ્રીષ્મઋતુનો પ્રારંભ થાય છે તેથી ધર્મકાર્ય-વ્યવહારિક-સામાજીક કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે. ખર્ચ ખરીદી થાય. યાત્રા, પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવો પરંતુ શનિની વક્રતાના કારણે બજારોની-હવામાનની ફેરફારીમાં સંભાળવું પડે. તા. ૧૫ એપ્રિલ રવિ દર્શ અમાવાસ્યાએ ચિંતા-ખર્ચ-બેચેની. ૧૬ સોમ સવારના ૭ ક. ૨૭ મિ. સુધી સોમવતી અમાવાસ્યા છે, વૈશાખ સુદ એકમનો ક્ષય છે તેથી નોકરી-ધંધાના કામમાં સંભાળવું. ૧૭ મંગળ માનસિક વ્યગ્રતા-ઉચાટ રહે. ૧૮ બુધ અખાત્રીજે ધર્મકાર્ય-શુભકાર્ય થાય. ૧૯ ગુરૃ વિનાયક ચોથે નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૦ શુક્ર ગ્રીષ્મઋતુના પ્રારંભે યાત્રા પ્રવાસ-મિલન-મુલાકાત. ૨૧ શનિ સંતાનનું-પત્નીનું કામ થઇ શકે.

વૃષભ (બ.વ.ઉ.)

તા. ૧૮ એપ્રીલ અખાત્રીજથી શનિ વક્રી થાય છે તેથી બજારોની-હવામાનની ફેરફારીમાં, નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં, વાહન ચલાવવામાં આપે ધ્યાન રાખવું. બંધનયોગ-નુકસાની યોગના કારણે સરકારી-રાજકીય-ખાતાકીય-કાનૂની તેમજ પોલીસખાતાને લગતા કામમાં, પરદેશ જવાના પાસપોર્ટ-વીઝાની કાર્યવાહીમાં આપને તકલીફ પડે, રૃકાવટ રહે. તા. ૧૫ એપ્રિલ રવિ દર્શ ૦))એ ઘર-પરિવાર-સંતાનનું કામ થાય. ૧૬ સોમ સવારના ૭ ક. ૨૭ મિ. સુધી સોમવારી અમાવાસ્યાએ, વૈશાખ સુદ એકમનો ક્ષય છે તેથી તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૧૭ મંગળ ચિંતા-ખર્ચ અન્યના કારણે અનુભવાય. ૧૮ બુધ જૈનવર્ષી તપના પારણા-અખાત્રીજનું પર્વ ધર્મકાર્ય, સગાં સંબંધી-મિત્રવર્ગના કામમાં વ્યસ્તતાવાળું રહે. ૧૯ ગુરૃ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૦ શુક્ર ગ્રીષ્મઋતુના પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા રહે. ૨૧ શનિ આનંદ-ઉત્સાહ રહે. બહાર જવાનું થાય.

મિથુન (ક.છ.ઘ.)

વૈશાખ સુદ એકમનો ક્ષય છે. તા. ૧૮ એપ્રીલે અખાત્રીજ-જૈન વરસી તપના પારણા છે, તા. ૨૦મીએ ગ્રીષ્મઋતુનો પ્રારંભ થાય છે તેથી સગા-સંબંધી-મિત્રવર્ગના ધાર્મિક-વ્યવહારિક-કૌટુંબિક કામમાં, પુત્ર-પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. ખર્ચ થાય. નવા-જુના સબંધો-સંસ્મરણો તાજા થાય. પરંતુ શનિની વક્રતાના કારણે યાત્રા પ્રવાસમાં, વાહન ચલાવવામાં, રસ્તામાં આવતા જતા સંભાળવું પડે. તા. ૧૫ એપ્રીલ રવિ દર્શ અમાવાસ્યાએ બીજાના કારણે ચિંતા-ઉચાટ રહે. ૧૬ સોમ વૈશાખ સુદ એકમનો ક્ષય છે તેથી શાંતિ-સ્વસ્થતા જાળવવી. ૧૭ મંગળ પુત્ર પૌત્રાદિકના-પરિવારના કામની વ્યસ્તતા રહે. ૧૮ બુધ અખાત્રીજે ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે. ૧૯ ગુરૃ બજારોની-હવામાનની વધઘટમાં સંભાળવું. ૨૦ શુક્ર ગ્રીષ્મઋતુના પ્રારંભે નોકરી-ધંધાનું કામ થાય. ૨૧ શનિ વિચારોની દ્વિધા-માનસિક પરિતાપ રહે.

કર્ક (ડ.હ.)

તા. ૧૮ એપ્રીલ અખાત્રીજથી શનિ વક્રી થાય છે તેથી આપે આરોગ્યની બાબતમાં, સાંસારિક પ્રશ્નમાં તેમજ નોકરી-ધંધાના કામમાં સંભાળવું પડે. ધંધામાં નુકસાન-બગાડ થાય નહીં તેની તકેદારી રાખવી. સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, સબંધ-વ્યવહારમાં અન્યના કારણે આપને તકલીફ પડે. હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનારના કારણે તમને મળતો લાભ-ફાયદો છીનવાઈ જાય. તા. ૧૫ એપ્રીલ રવિ રસ્તામાં આવતા-જતા સંભાળવું. ૧૬ સોમ વૈશાખ સુદ એકમનો ક્ષય છે તેથી નોકરી-ધંધાના કામમાં ચિંતા-ઉચાટ રહે. ૧૭ મંગળ રોજીંદુ કામ થાય. ૧૮ બુધ અખાત્રીજ પર્વ-જૈન વર્ષીતપના પારણાએ ધર્મકાર્ય-શુભકાર્ય થાય. ૧૯ ગુરૃ નોકરી-ધંધાનું કામ થાય. ૨૦ શુક્ર ગ્રીષ્મઋતુના પ્રારંભે બેંકના કામમાં તેમજ સરકારી-ખાતાકીય કામમાં ચિંતા-મુશ્કેલી રહે. ૨૧ શનિ વિવાદ-નુકસાન-બગાડથી સંભાળવું પડે.

સિંહ (મ.ટ.)

તા. ૧૮ એપ્રીલ અખાત્રીજ, જૈન વરસીતપના પારણાએ શનિ વક્રી થાય છે તેથી ધાર્મિક-સામાજીક-કૌટુંબીક પારિવારિક કામમાં, પુત્રપૌત્રાદિકના કામમાં વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતા રાખવી.  કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. શેરોની કામગીરીમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે. તે સિવાય મીલન-મુલાકાત-યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. જુના-નવા સંબંધે-સંસ્મરણો તાજા થાય.  તા. ૧૫ એપ્રીલ રવિ દર્શ ૦)) ઉચાટ-ઉદ્વેગ-અશાંતિ.  ૧૬ સોમ વૈશાખ સુદ એકમનો ક્ષય છે તેથી શાંતિથી પોતાનું કામકાજ કરવું. ૧૭ મંગળ નોકરી-ધંધાના કામની, ધર્મકાર્યની વ્યસ્તતા રહે. ૧૮ બુધ અખાત્રીજ- જૈન વરસીતપના  પારણાએ સગા-સંબંધી-મિત્રવર્ગના ધાર્મિક-વ્યવહારિક-સામાજીક કામમાં સબંધ-વ્યવહાર સચવાય. ૧૯ ગુરુ બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં ધ્યાન રાખવું પડે. ૨૦ શુક્ર ગ્રીષ્મ ઋતુના પ્રારંભે ચિંતા-ખર્ચ-દોડધામ રહે. ૨૧ શનિ પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા-આનંદ રહે.

કન્યા (પ.ઠ.ણ.)

તા. ૧૮ એપ્રીલ અખાત્રીજ-જૈન વરસીતપના પારણાએ સવારના ૭ ક. ૧૭ મિ.થી શનિ વક્રી થાય છે તેથી ધર્મકાર્ય થાય, વ્યવહારિક-સામાજીક કામે બહાર જવા-આવવાનું થાય પરંતુ નોકરી ધંધાના તેમજ કુટુંબ પરિવારના સગા સંબંધી-મિત્રવર્ગના પ્રશ્નમાં, મકાન-વાહન-મીલ્કતના પ્રશ્નમાં આપને શાંતિ-રાહત જણાય નહીં. બિમારી-વિવાદ-ખર્ચથી તકલીફ પડે. તા. ૧૫ એપ્રીલ રવિ કામકાજમાં સાનુકૂળતા, ધંધો-આવક થાય. ૧૬ સોમ ભાગિતિથિએ આધિ-વ્યાધિ-ઉપાધિ અનુભવાય. ૧૭ મંગળ નોકરી ધંધાના તેમજ અન્ય કામમાં જાગૃતિ રાખવી. ૧૮ બુધ અખાત્રીજે ધર્મકાર્ય શુભકાર્ય-મીલન-મુલાકાત થાય. ૧૯ ગુરુ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. કામ ઉકેલાય. ૨૦ શુક્ર ગ્રીષ્મ ઋતુના પ્રારંભે હૃદય-મનને વ્યગ્રતા રહે. ૨૧ શનિ અન્યના કારણે શાંતિ-રાહત જણાય નહીં.

તુલા (ર.ત.)

તા. ૧૮મીએ અખાત્રીજ-જૈન વરસીતપના પ્રારંભે ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ થાય, યશ-સફળતા મળે. પત્નીથી, સંતાનથી સાનુકૂળતા રહે. પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધ-વ્યવહારમાં આપે શનિનીના વક્રતાના કારણે સાવધાની-જાગૃતિ રાખવી પડે. નોકરીમાં સ્થળાંતર-ફેરફારીના પ્રયત્નમાં, ઈન્ટરવ્યુમાં પ્રગતિ રહે. તા. ૧૫ એપ્રિલ રવિ વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા. ૧૬ સોમ સવારના ૭ ક. ૨૭ મિ. સુધી સોમવતી અમાવાસ્યા છે, વૈશાખ સુદ એકમનો ક્ષય છે તેથી શાંતિથી કામકાજ કરવું. ૧૭ મંગળ રોજીંદા કામકાજમાં સાનુકૂળતા, કામ ઉકેલાય. ૧૮ બુધ અખાત્રીજ-જૈન વરસીતપના પારણાએ ધર્મકાર્યથી આનંદ. ૧૯ ગુરૃ બજારોની વધઘટમાં વેપારમાં ધ્યાન રાખવું પડે. ૨૦ શુક્ર ગ્રીષ્મ ઋતુના પ્રારંભે બપોર પછી હળવાશ રહે. ૨૧ શનિ સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. આનંદ રહે.

વૃશ્ચિક (ન.ય.)

તા. ૧૮ એપ્રિલ બુધવારે અખાત્રીજ છે. જૈનવરસી તપના પારણા થશે. પરશુરામ જયંતી છે તેથી ધર્મકાર્ય-શુભકાર્ય-સામાજીક કામની વ્યસ્તતા-દોડધામ-ખર્ચ રહે. પરંતુ જુના-નવા સંબંધવ્યવહાર-સંસ્મરણો તાજા થવાથી આનંદ ઉત્સાહ રહે. અખાત્રીજે સવારના ૭ ક. ૧૭ મિ.થી શનિ વક્રી થાય છે તેથી બજારોની-હવામાનની ફેરફારીમાં ધંધાકીય નુકસાન-બગાડ થાય નહીં તેની અગમચેતી રાખવી. ખર્ચ-દોડધામ-વ્યસ્તતા રહે. પ્રવાસ થાય. તા. ૧૫ એપ્રિલ રવિ દર્શ ૦)) વધારાના કામની વ્યસ્તતા રહે. ૧૬ સોમ સવારના ૭ ક. ૨૭ મિ. સુધી સોમવતી અમાસ છે. વૈશાખ સુદ એકમ ભાગિતિથિ છે તેથી શાંતિ-સ્વસ્થતા-ધીરજ રાખવી. ૧૭ મંગળ નોકરી-ધંધાના કામમાં, અન્ય કામમાં ધ્યાન રાખવું પડે. ૧૮ બુધ અખાત્રીજ-જૈન વરસીતપના પારણા-શનિ વક્રી થતા વ્યવહારિ-સામાજીક - મિત્રવર્ગ-નોકરી-ધંધાના કામથી દોડધામ રહે. ૧૯ ગુરૃ વિનાયક ચોથે કામકાજમાં સાનુકૂળતા, કામ ઉકેલાય. ૨૦ શુક્ર ગ્રીષ્મ ઋતુના પ્રારંભે આકસ્મિક ચિંતા-ઉપાધિ. ૨૨ શનિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

તા. ૧૮ એપ્રિલથી બુધવારથી શનિ વક્રી થાય છે તેથી આગામી સમય આપના માટે અગ્નિપરીક્ષાનો રહે. કુટુંબ-પરિવાર-સગા સંબંધી-મિત્રવર્ગ-ભાઇભાંડુ- નોકરચાકર-કારીગરવર્ગ-ઉપરીવર્ગના કારણે નોકરી-ધંધાના કે ઘર-પરિવારના કામમાં શાંતિ-રાહત જણાય નહીં. નુકસાન-વિવાદ-અપમાન-મનદુ:ખ-ગેરસમજ થાય. મસ્તક-ગળા-ગરદન-આંખ-કાનમાં- દાંત-દાઢમાં દર્દપીડાથી તકલીફ અનુભવો. ચક્કર-ચિત્તભ્રમ-દ્રષ્ટિભ્રમ-અનિંદ્રા રહે. તા. ૧૫ એપ્રિલ રવિ દર્શ ૦)) ચિંતા-ઉચાટમાં રહો. ૧૬ સોમ વૈશાખ સુદ એકમની ભાગિતિથિએ વ્યગ્રતા રહે. ૧૭ મંગળ રોજીંદા કામમાં, શેરોની કામગીરીમાં સંભાળવું. ૧૮ બુધ અખાત્રીજ-જૈન વરસીતપના પારણાએ ધર્મકાર્ય-શુભકાર્ય થાય. ૧૯ ગુરૃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. ૨૦ શુક્ર ગ્રીષ્મ ઋતુના પ્રારંભે નોકરી-ધંધાના તેમજ અન્ય કામની વ્યસ્તતા રહે. ૨૧ શનિ પત્ની-સંતાન-પરિવારનું કામ થઇ શકે.

મકર (ખ.જ.)

તા. ૧૮ એપ્રિલ અખાત્રીજ - જૈન વરસીતપના પારણાએ બુધવારથી શનિ વક્રી થાય છે તેથી આપે આગામી સમયમાં તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધાના કે અન્ય કોઇ કામકાજમાં બંધનયુક્ત પરિસ્થિતિમાં આવી ન જાવ તેનું અવશ્ય ધ્યાન રાખવું. સરકારી-રાજકીય-ખાતાકીય-કાનૂની કામમાં, ઓળખાણ-સંબંધ-વ્યવહારમાં તમારી પીછેહઠ થાય. તા. ૧૫ એપ્રિલ દર્શ રવિ ૦)) રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા એકાગ્રતા રાખવી. ૧૬ સોમ વૈશાખ સુદ એકમ ભાગિતિથિ છે તેથી નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી પડે. ૧૭ મંગળ ચિંતા-ઉચાટ રહે. ૧૮ બુધ અખાત્રીજ-જૈન વરસીતપના પારણાએ ધર્મકાર્ય થાય, સંબંધ-વ્યવહાર સચવાય. ૧૯ ગુરૃ પુત્રપૌત્રાદિકના કામમાં ચિંતા રહે, ધ્યાન રાખવું પડે. ૨૦ શુક્ર ગ્રીષ્મ ઋતુના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં અન્યના કારણે તકલીફ પડે. ૨૧ શનિ આરોગ્ય સાચવવું.

કુંભ (ગ.શ.સ.ષ.)

તા. ૧૮ બુધવારે અખાત્રીજ-જૈન વરસીતપના પારણા, પરશુરામ જયંતી - બદ્રીકેદાર યાત્રાએ ધર્મકાર્યથી હૃદય-મન આનંદમાં રહે. પરંતુ સગા સંબંધી-મિત્રવર્ગના વ્યવહાર - સંબંધ સાચવવા માટે ચિંતા-ખર્ચ-દોડધામ ઈચ્છા-અનિચ્છાએ કરવી પડે. શનિની વક્રિતાના કારણે શેરોના કામમાં, નોકરી-ધંધાના કામમાં જોખમી નિર્ણયો કરવા નહીં. યાત્રા પ્રવાસના આયોજન અંગે ચર્ચા વિચારણા થાય. તા. ૧૫ એપ્રિલ રવિ દર્શ ૦)) કામની વ્યસ્તતા રહે. ૧૬ સોમ વૈશાખ સુદ એકમની ભાગિતિથીએ જોખમ કરવું નહીં. ૧૭ મંગળ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકાય. ૧૮ બુધ અખાત્રીજ-જૈન વરસીતપના પારણાએ ધર્મકાર્યથી આનંદ. ૧૯ ગુરૃ બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં સંભાળવું પડે. ૨૦ શુક્ર ગ્રીષ્મ ઋતુના પ્રારંભે બપોર પછી હળવાશ રહે. ૨૧ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, બહાર જવાનું થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્ય-શુભકાર્યમાં વ્યસ્તતા રહે. યાત્રા-પ્રવાસ-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. પુત્રપૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્ન અંગેની કાર્યવાહી થઇ શકે. સગા સંબંધી-મિત્રવર્ગના સહકારથી તમારી ચિંતા-મુંઝવણ-મુશ્કેલી હળવી થાય. પિતૃપક્ષનો, નોકરીના કામમાં, સ્થળ-સ્થાનમાં ફેરફારીથી ઈન્ટરવ્યુની કામગીરીથી ચિંતા રહ્યા કરે. ખાતાકીય તકલીફ રપડે. સંયુક્ત મીલ્કતના પ્રશ્નમાં અગત્યની ચર્ચાવિચારણા થાય. તા. ૧૫ એપ્રિલ રવિ દર્શ ૦)) માનસિક વ્યગ્રતા-ચિંતા-ઉચાટ. ૧૬ સોમ રોજીંદા કામમાં ભાગિતિથિના કારણે વિલંબ થાય. ૧૭ મંગળ નોકરી-ધંધાનું - કુટુંબ-પરિવારનું કામ થઇ શકે. ૧૮ બુધ અખાત્રીજ-જૈન વરસીતપના પારણાએ ધર્મકાર્ય થાય. ૧૯ ગુરૃ યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત, ચર્ચા વિચારણા. ૨૦ શુક્ર ગ્રીષ્મ ઋતુના પ્રારંભે નોકરી-ધંધામાં તકલીફ-ચિંતા. ૨૧ શનિ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-ઉચાટ રહે.
 

Keywords weekly,future,14,april,2018,

Post Comments