Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અઠવાડિક ભવિષ્ય

તા.૧૪-૧-૨૦૧૮ રવિવારથી તા.૨૦-૧-૨૦૧૮ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

સપ્તાહના પ્રારંભે મકર સંક્રાંતિ - ઉત્તરાયણનો પ્રારંભ થાય છે. પતંગોત્સવ છે. તા. ૧૬ જાન્યુઆરી દર્શ અમાવાસ્યાની રાત્રે આપની રાશિનો અધિપતિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે તેથી શારીરિક - માનસિક શ્રમ-થાક અનુભવાય. આરોગ્યની કાળજી રાખવી. વાહન શાંતિ-ધીમેથી ચલાવવું. વિવાદ-ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. આડોશ-પાડોશ-મિત્રવર્ગના સંબંધ-વ્યવહારમાં સંભાળવું પડે. ખભામાં-પગમાં-આંખમાં દર્દપીડા અનુભવાય. તા. ૧૪ જાન્યુઆરી રવિ મકર સંક્રાંતિના પ્રારંભે શાંતિ-સ્વસ્થતા જાળવવી. ૧૫ સોમ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ૧૬ મંગળ ગણેશજીની ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ નોકરી-ધંધામાં ચિંતા રહે. ૧૮ ગુરૃ માહ મહિનાના પ્રારંભે ધર્મકાર્યથી રાહત-હળવાશ. ૧૯ શુક્ર નોકરી-ધંધાના કામમાં જાગૃતિ - સાવધાની રાખવી. ૨૦ શનિ પત્ની-સંતાન-પરિવારથી સાનુકૂળતા.

વૃષભ (બ.વ.ઉ.)

સપ્તાહના પ્રારંભે ધનારક-કમુરતા પૂરા થવાથી આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય. નવી ઓળખાણ થાય. આડોશ-પાડોશના, મકાન-વાહન-મીલ્કતના-જમીનના કામ અંગે ચર્ચા-વિચારણા થાય. તા. ૧૪ જાન્યુઆરી રવિ બપોરના ૧ ક. ૪૭ મિ. ધનારક - કમુરતા પૂરા થતા હળવાશ - આનંદ. પરંતુ પડવા વાગવાથી સંભાળવું. ૧૫ સોમ નોકરી-ધંધાના કામમાં કંટાળો આવે, ઉતાવળમાં તકલીફ થાય. ૧૬ મંગળ કામકાજમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૮ ગુરૃ માહ મહિનાના પ્રારંભે ધર્મકાર્ય થાય, વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૯ શુક્ર વાહન ચલાવતા એકાગ્રતા રાખવી. ૨૦ શનિ કામકાજમાં પ્રગતિ-સાનુકૂળતા.

મિથુન (ક.છ.ઘ.)

તા. ૧૪ જાન્યુઆરી રવિવારે બપોરના ૧ ક. ૪૭ મિ.થી મકર સંક્રાંતિનો પ્રારંભ થતા આગામી ત્રીસ દિવસ આપને શારીરિક-માનસિક અસ્વસ્થતા, કામમાં ચિંતા-રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. સમયસર પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. આક્ષેપ-અપયશ-વિવાદ-અપમાન-ઉપેક્ષા થતી જણાય. દરરોજ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ખભામાં, કાનમાં, જાંઘ-પગમાં દર્દપીડાથી અસ્વસ્થતા જણાય. તા. ૧૪ જાન્યુઆરી રવિ સૂર્યપૂજા-મંત્રજાપ કરવા. દાન-દક્ષિણા આપવા. ૧૫ સોમ વિચારોની સ્થિરતા-એકાગ્રતા જાળવવી. ૧૬ મંગળ દર્શ અમાવાસ્યાએ અસ્વસ્થતા રહે. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ તન-મન-ધનથી- વાહનથી સંભાળવું. ૧૮ ગુરૃ માહ મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં અશાંતિ-ઉદ્વેગ. ૧૯ શુક્ર આકસ્મિક ચિંતા-ઉપાધિ-ખર્ચ. ૨૦ શનિ શાંતિથી પોતાનું તેમજ અન્યનં  કામકાજ કરવું.

કર્ક (ડ.હ.)

તા. ૧૪ જાન્યુ. રવિથી ધનારક-કમુરતા પૂરા થાય છે. તા. ૧૬ મંગળવાર રાત્રે મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે તેથી ધીમે ધીમે હળવાશ-રાહત અનુભવતા જાવ. હૃદય-મનની વ્યગ્રતા ઓછી થતી જાય. તમારા અંગત કામમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. મકાન-જમીન-મીલ્કતના, બેંકના, પુત્રપૌત્રાદિકના કામ માહ મહિનાના ઉત્તરાર્ધમાં ઉકેલવામાં સાનુકૂળતા થતી જાય. ધંધો થાય. તા. ૧૪ જાન્યુઆરી રવિ વાણીમાં મીઠાશ-વ્યવહારની નમ્રતા સગા સંબંધી-મિત્રવર્ગમાં જાળવવી પડે. ૧૫ સોમ અન્યના કારણે ચિંતા-ખર્ચ-ઉચાટ. ૧૬ મંગળ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ હળવાશ-રાહત રહે. ૧૮ ગુરૃ માહ નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્યમાં આનંદ. ૧૯ શુક્ર નોકરી-ધંધાનું કામ થાય. ૨૦ શનિ શારીરિક-માનસિક શ્રમ-થાક-અસ્વસ્થતા રહે.

સિંહ (મ.ટ.)

આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ શારીરિક-માનસિક શ્રમ-થાક-કંટાળો-અસ્વસ્થતા અનુભવો. ઘેર હોવ ત્યારે નોકરી-ધંધાની, બહારના કામની ચિંતા-વિચારોમાં અટવાયેલા રહો અને નોકરી-ધંધાના કામે ગયા હોવ ત્યારે ઘર-પરિવાર, વડીલવર્ગ, પત્ની, સંતાનની ચિંતા-વિચારોમાં નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા જાળવી શકો નહીં. શરદી-કફ-દમ-શ્વાસ- બી.પી.-હૃદય-છાતીની દર્દપીડાથી કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તા. ૧૪ જાન્યુઆરી રવિ પુત્રપૌત્રાદિકની ચિંતા. ૧૫ સોમ વાતચીતમાં મનદુ:ખ-વિવાદ. ૧૬ મંગળ ગણપતિની ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ ધર્મકાર્ય થાય. ૧૮ ગુરૃ માહ નવરાત્રિના પ્રારંભે નોકરી-ધંધાનું કામ થાય. ૧૯ શુક્ર વિલંબમાં પડેલા કામ અંગે ચિંતા. ૨૦ શનિ પરિવારના કામમાં ધ્યાન આપી શકો.

કન્યા (પ.ઠ.ણ.)

તા. ૧૪ જાન્યુઆરી રવિવારે ધનારક-કમુરતા પૂરા થતા આગામી સમયમાં ધીરેધીરે નોકરી-ધંધાના કામમાં હળવાશ-રાહત થતી જાય. ધંધો આવક થાય. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. પરંતુ પુત્રપૌત્રાદિકના કામમાં ચિંતા-દ્વિધા રહે. બહારના કામમાં તેમજ રસ્તામાં આવતા જતા સંભાળવું પડે. ઘરના પ્રશ્ને ચિંતા રહ્યા કરે. તા. ૧૪ જાન્યુઆરી રવિ ચિંતા-ઉચાટ-વ્યગ્રતા રહ્યા કરે. ૧૫ સોમ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૧૬ મંગળ દર્શ અમાવાસ્યાએ અન્યના કારણે ચિંતા-ખર્ચ. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ૧૮ ગુરૃ માહ નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય થાય. ૧૯ શુક્ર બપોર પછી હળવાશ. ૨૦ શનિ કામકાજમાં સાનુકૂળતા-પ્રગતિ.

તુલા (ર.ત.)

તા. ૧૪ જાન્યુઆરી મકર સંક્રાંતિનો પ્રારંભ થતા સગા સંબંધી-મિત્રવર્ગ - આડોશ-પાડોશના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. ચિંતા-ખર્ચ-દોડધામ રહે. નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. વિવાહ-લગ્ન અંગે, રાજકીય-સરકારી-ખાતાકીય કામ અંગે - જાહેર સંસ્થાકીય કામ અંગે ચર્ચા વિચારણા થાય. કૌટુંબીક-પારિવારિક સંબંધ-વ્યવહારમાં બાંધછોડ કરવી પડે. તા. ૧૪ જાન્યુઆરી રવિ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. ૧૫ સોમ વધારાના કામની વ્યસ્તતા રહે. ૧૬ મંગળ કુટુંબ-પરિવાર-મિત્રવર્ગની ચિંતા. ૧૭ બુધ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૧૮ ગુરૃ માહ મહિનાના પ્રારંભે રોજીંદા કામમાં ધ્યાન રાખવું પડે. ૧૯ શુક્ર ધીરજ-શાંતિ રાખવી. ૨૦ શનિ પુત્રપૌત્રાદિકના કામમાં ચિંતા રહે.

વૃશ્ચિક (ન.ય.)

તા. ૧૪ જાન્યુઆરી ધનારક-કમુરતાની સમાપ્તિ થાય છે પરંતુ તા. ૧૬ જાન્યુ.થી મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરતા આપના રૃકાવટવાળા કામ માટે આપ પ્રયત્નશીલ બની શકો. વધારાનો ખર્ચ થાય. યાત્રાપ્રવાસ થાય. માહ મહિનાના ઉત્તરાર્ધમાં સાનુકૂળતા થતી જાય. નોકરી-ધંધાના કામમાં આવક થાય. પુત્રપૌત્રાદિકના કામ અંગે ચર્ચાવિચારણા થાય. તા. ૧૪ જાન્યુઆરી રવિ પારિવારિક પ્રશ્ને - પુત્રપૌત્રાદિકના પ્રશ્ને ચિંતા. ૧૫ સોમ સગા સંબંધી-મિત્રવર્ગથી બેચેની. ૧૬ મંગળ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૭ બુધ વિલંબમાં પડેલા કામના ઉકેલની વ્યસ્તતા રહે. ૧૮ ગુરૃ માહ નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય થાય. ૧૯ શુક્ર ચિંતા-રૃકાવટ. ૨૦ શનિ ઉચાટ-ઉદ્વેગ રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

તા. ૧૪ જાન્યુ.એ સૂર્ય આપની રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશતા ધનારક-કમુરતા પૂરા થશે. પરંતુ દર્શ અમાવાસ્યાની રાત્રિથી જેમ જેમ આગામી સમય પસાર થાય તેમ તેમ ચિંતા-ખર્ચ-બંધન અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. કાનૂની કાર્યવાહી-પોલીસ કાર્યવાહી તેમજ જમીન-મકાનને-મીલ્કતને લગતા પ્રશ્નમાં અવશ્ય સાવધાની-જાગૃતિ રાખવી પડે. લોભ-લાલચમાં ફસામણી થાય, તમારી ઊંઘ હરામ થઇ જાય. તા. ૧૪ જાન્યુઆરી રવિ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. ૧૫ સોમ માનસિક પરિતાપ. ૧૬ મંગળ હૃદય-મનને ઉચાટ રહે. ૧૭ બુધ સગા સંબંધી-મિત્રવર્ગથી તકલીફ. ૧૮ ગુરૃ માહ મહિનાના પ્રારંભે હળવાશ-રાહત રહે. ૧૯ શુક્ર સાધારણ. ૨૦ શનિ બહાર જવાનું થાય, કોઇને મળવાનું થાય.

મકર (ખ.જ.)

તા. ૧૪ જાન્યુ.એ મકર સંક્રાંતિનો પ્રારંભ થાય છે તેથી સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. મસ્તકમાં, ગળા-ગરદનમાં દર્દપીડા અનુભવાય. પગમાં, કમરમાં દર્દપીડાથી સંભાળવું. નોકરી-ધંધાના કામમાં ધીમે ધીમે સાનુકૂળતા થતી જાય. જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે, આનંદમાં રહો. માહ મહિનાના ઉત્તરાર્ધમાં પ્રગતિ થઇ શકે. તા. ૧૪ જાન્યુઆરી રવિ શાંતિ-સ્વસ્થતા-જાગૃતિ રાખવી. ૧૫ સોમ પુત્રપૌત્રાદિકની ચિંતા. ૧૬ મંગળ નોકરી-ધંધાનું કામ સાનુકૂળતાવાળું રહે. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ માનસિક પરિતાપ. ૧૮ ગુરૃ માહ મહિનાના પ્રારંભે ધર્મકાર્યથી આનંદ. ૧૯ શુક્ર વિચારોની સ્થિરતા રાખવી. ૨૦ શનિ આનંદ રહે.

કુંભ (ગ.શ.સ.ષ.)

તા. ૧૪ જાન્યુઆરી રવિવારથી મકર સંક્રાંતિ - ઉત્તરાયણનો પ્રારંભ થતા આગામી ત્રીસ દિવસ સાંસારિક પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય કામમાં, નોકરી-ધંધામાં આપ મુશ્કેલી-મુંઝવણ-મુશ્કેલી અનુભવો. સરકારી, કાનૂની કામકાજમાં, જમીન-મકાન-મીલ્કતના પ્રશ્નમાં તકલીફ પડે. પરંતુ આકસ્મિક ધંધો-આવક થવાથી નાણાંની લેવડ-દેવડનો વ્યવહાર સચવાઇ જાય. તા. ૧૪ જાન્યુઆરી રવિ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. તા. ૧૫ સોમ નોકરી-ધંધાના કામ અંગે ચિંતા રહે. ૧૬ મંગળ ઉતાવળ-ગુસ્સો કર્યા વગર કામકાજ કરવું. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ ચિંતા-અસ્વસ્થતા-બેચેની. ૧૮ ગુરૃ મહિનાના પ્રારંભે ચિંતા રહે. ૧૯ શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો. ૨૦ શનિ વાણીમાં મીઠાશ-વ્યવહારમાં નમ્રતા રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)

તા. ૧૪ જાન્યુ. રવિથી મકર સંક્રાંતિનો પ્રારંભ થાય છે. તા. ૧૬ મંગળવાર દર્શ અમાવાસ્યાએ રાત્રે મંગળ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણની શરૃઆત કરે છે તેથી આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાના, ઘર-પરિવારના- પુત્રપૌત્રાદિકના કામમાં ધર્મકાર્યમાં સાનુકૂળતાથી આનંદ-ઉત્સાહ રહે. માહ મહિનાના ઉત્તરાર્ધમાં રૃકાવટવાળા કામમાં પ્રગતિ જણાય. તા. ૧૪ જાન્યુઆરી રવિ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. ૧૫ સોમ ઉચાટ-અશાંતિ. ૧૬ મંગળ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૭ બુધ જૈન મૌની અમાવાસ્યાએ હળવાશ રહે. ૧૮ ગુરૃ માહ નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય થાય. ૧૯ શુક્ર રોજીંદા કામમાં ધ્યાન આપી શકો. ૨૦ શનિ વધારાનો ખર્ચ થાય. ચિંતા રહે.

 

Post Comments