Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અઠવાડિક ભવિષ્ય

તા.૩-૧૨-૨૦૧૭ રવિવારથી તા.૯-૧૨-૨૦૧૭ શનિવાર સુધી

મેષ (અ.લ.ઇ.)

ધર્મકાર્ય-શુભકાર્ય-વ્યવહારિક-સામાજીક કામની વ્યસ્તતાના કારણે નોકરી-ધંધાના તમારા રોજીંદા કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તેમ છતાં નોકરી-ધંધાના કામમાં અન્યના સહકારથી તમારા કામ ઉકેલાય. પત્નીથી સાનુકૂળતા રહે. અવિવાહિતને વિવાહ-લગ્ન અંગેની વાતચીત ઉપસ્થિત થાય. ધર્મકાર્યથી યાત્રા પ્રવાસ થાય, આનંદ રહે. રસકસના વેપારધંધામાં જાગૃતિ-સાવધાની રાખવી. તા. ૩ ડિસેમ્બર રવિ વ્રતની પૂનમે આનંદ રહે. ૪ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા. ૫ મંગળ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં સંભાળવું. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ હૃદય-મનની પ્રસન્નતા રહે. ૭ ગુરૃ ચિંતા-ઉચાટ. ૮ શુક્ર નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી. ૯ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

વૃષભ (બ.વ.ઉ.)

નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે પરંતુ રસકસના વેપાર-ધંધામાં, ગોળ-સાકરના ધંધામાં સંભાળવું. શેરોની લે-વેચમાં અન્યના દોરવાયા દોરવાઇ જવું નહીં. તે સિવાય તમારા રોજીંદા કામમાં ફાયદો-લાભ થાય, આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાય. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. વ્યવહારિક-સામાજીક સંબંધો તાજા થાય. તા. ૩ ડિસેમ્બર રવિ દત્તજયંતીએ ધર્મકાર્યથી આનંદ રહે. ૪ સોમ નોકરી-ધંધાના- પરિવારના કામની વ્યસ્તતા. ૫ મંગળ બેંકના કામમાં, શેરોના કામમાં જાગૃતિ રાખવી. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ. ૭ ગુરૃ ભાગિતિથિએ ઉતાવળે કામ-નિર્ણય કરવો નહીં. ૮ શુક્ર રસ્તામાં આવતા-જતા-વાહન ચલાવતા સંભાળવું પડે. ૯ શનિ વધારાના કામની વ્યસ્તતા રહે.

મિથુન (ક.છ.ઘ.)

કાર્યસફળતા પ્રગતિથી આનંદમાં રહો. સંતાનના કામમાં, ધર્મકાર્યમાં, શુભકાર્ય યાત્રા પ્રવાસનો ખર્ચ થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી-ધંધાના સરકારી-ખાતાકીય સંબંધ-વ્યવહાર સચવાય. આકસ્મિક કોઇ નવી કામગીરી, જવાબદારી સંભાળવી પડે. વધારાના કામની જવાબદારી માટે બહારગામ જવા-આવવાનું થાય. પત્નીના નામે મકાન-વાહન કે અન્ય ચીજવસ્તુની ખરીદી થાય. અવિવાહિતને વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. તા. ૩ ડિસેમ્બર રવિ વ્રતની પૂનમ - દત્ત જયંતીએ ખર્ચ થાય, ધર્મકાર્ય થાય. ૪ સોમ વધારાના કામથી ચિંતા. ૫ મંગળ માનસિક વ્યગ્રતા રહે. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ આનંદ રહે. ૭ ગુરૃ બેંકના કામમાં - કૌટુંબીક કામમાં સંભાળવું પડે. ૮ શુક્ર નાણાંકીય વ્યવહારની ચિંતા. ૯ શનિ હળવાશ-રાહત રહે.

કર્ક (ડ.હ.)

હરો ફરો, કામ કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. બી.પી.ની વધઘટ, છાતીમાં દર્દપીડા તેમજ પડવા વાગવાથી-વિવાદથી સંભાળવું પડે. સગા-સબંધી-મિત્રવર્ગથી કડવો અનુભવ થાય, મનદુ:ખ થાય. મનામણા-રિસામણામાં તમને શાંતિ જણાય નહીં. સરકારી નોકરી હોય તેમણે પોતાની કામગીરી-જવાબદારીમાં મુશ્કેલી અનુભવવી પડે. રાજકારણમાં હોય તેમને સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય, નિરાશા અનુભવાય. તા. ૩ ડિસેમ્બર રવિ દત્ત જયંતી - બહુચરાજી પૂનમનો મેળો ધર્મકાર્યમાં શાતિ આપે. ૪ સોમ બજારોની વધઘટમાં સંભાળવું. ૫ મંગળ ખર્ચ-ચિંતા. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ વિચારોની દ્વિધા-બેચેની. ૭ ગુરૃ માનસિક વ્યગ્રતા. ૮ શુક્ર શાંતિ-રાહત જણાય નહીં. ૯ શનિ હળવાશ રહે.

સિંહ (મ.ટ.)

વ્યવહારિક - સામાજીક - ધાર્મિક કામમાં, સરકારી-રાજકીય કામમાં વ્યસ્તતા રહે. પરિવારના કામમાં ધ્યાન આપી શકાય નહીં. તે સિવાય પુત્ર-પૌત્રાદિકના કામ અંગે ચર્ચા-વિચારણા-મીલન-મુલાકાત-પ્રવાસ થાય. પત્નીથી સહયોગ રહે. આંખમાં દર્દપીડાથી, વર્ટીગો-ચક્કરથી સંભાળવું પડે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું પડે. બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં વેપાર ધંધાને અસર થાય. નુકસાન-બગાડ થાય નહીં તેનું ધ્યાન રાખવું. તા. ૩ ડિસેમ્બર રવિ દત્ત જયંતી - વ્રતની પૂનમે - બહુચરાજીનો મેળો આનંદનો રહે. ૪ સોમ વડીલવર્ગના કામમાં ખર્ચ થાય. ૫ મંગળ શેરોની-બજારોની કામગીરીમાં સંભાળવું. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ૭ ગુરૃ અશાંતિ-ચિંતા. ૮ શુક્ર વાદ-વિવાદ-ગુસ્સો કરવો નહીં. ૯ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

કન્યા (પ.ઠ.ણ.)

નોકરી-ધંધાના કામમાં આનંદ-ઉત્સાહ રહે. આવક આવવાથી સાનુકૂળતા રહે, વધારાના ખર્ચમાં તકલીફ પડે નહીં. પરંતુ વ્યવહારિક-સામાજીક તેમજ ધાર્મિક કામ અંગે બહાર કે બહારગામ જવાનું હોય તો આપ ચિંતા-મુંઝવણ-મુશ્કેલીમાં- દ્વિધામાં અટવાયા કરો. શનિની પનોતીની પ્રતિકૂળતાના કારણે સંતાન, સગા-સબંધી-મિત્રવર્ગથી વ્યગ્રતા-બેચેની રહે. વધારાનો ખર્ચ થાય. વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. તા. ૩ ડિસેમ્બર રવિ વ્રતની પૂનમ-દત્ત જયંતીએ ધર્મકાર્ય થાય. ૪ સોમ નોકરી-ધંધામાં સાનુકૂળતા. ૫ મંગળ ઉચાટ-ઉદ્વેગ. ૬ બુધ નોકરી-ધંધામાં સંભાળવું પડે. ૭ ગુરૃ વાણીમાં મીઠાશ-વ્યવહારમાં નમ્રતા રાખવી. ૮ શુક્ર ઉતાવળીયો કોઇ નિર્ણય કરવો નહીં. ૯ શનિ ખર્ચ-ખરીદી થાય.

તુલા (ર.ત.)

પેટ, કમર, પેશાબ-ગુદાના ભાગમાં દર્દપીડાથી સંભાળવું પડે. ઉઠવા-બેસવામાં, વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. તે સિવાય કામની વ્યસ્તતા-દોડધામ રહે. આરામ મળે નહીં. ધર્મકાર્ય, વ્યવહારીક, સામાજીક, પારિવારિક કામ થાય. પરંતુ માતૃપક્ષ-પિતૃપક્ષની ચિંતા રહે. મકાન-વાહન-મીલ્કતની લે-વેચ-વહેંચણીનો પ્રશ્ન ઉકેલાય. સંયુક્ત ધંધાની વહેંચણી થાય કે સ્વતંત્ર ધંધો થઇ શકે. સંતાનનું કામ થાય. તા. ૩ ડિસેમ્બર રવિ ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું. ૪ સોમ નોકરી-ધંધામાં જાગૃતિ-સાવધાની રાખવી. ૫ મંગળ મીલન-મુલાકાતમાં સંભાળવું. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ કાર્યસફળતા-પ્રગતિ. ૭ ગુરૃ માતૃપક્ષ-પિતૃપક્ષની ચિંતા. ૮ શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો. ૯ શનિ આનંદ-ઉત્સાહ રહે.

વૃશ્ચિક (ન.ય.)

આરોગ્યની અસ્વસ્થતા, શારિરીક-માનસિક શ્રમ-થાક, નાણાંનો વ્યય, આર્થિક મુશ્કેલીમાંથી સમય પસાર થાય. હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનારથી સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. કાનૂની કે પોલીસ કાર્યવાહીમાં ફસામણી-વિવાદથી સંભાળવું પડે. બેંક, એ.ટી.એમ. પે.ટી.એમ.ની કાર્યવાહીમાં જાગૃતિ-સાવધાની રાખવી. નાણાંની લેવડદેવડમાં સંભાળવું. તા. ૩ ડિસેમ્બર રવિ વ્રતની પૂનમ-દત્ત જયંતીએ આનંદ રહે. ૪ સોમ કામકાજમાં સાનુકૂળતા પછી ચિંતા શરૃ. ૫ મંગળ શારીરિક-માનસિક અસ્વસ્થતા-અશાંતિ. ૬ બુધ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. ૭ ગુરૃ યાત્રા-પ્રવાસ-મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં જાગૃતિ-સાવધાની રાખવી. ૮ શુક્ર આક્ષેપ-વિવાદ-ચિંતા. ૯ શનિ રોજીંદા કામમાં ધ્યાન આપી શકો.

ધન (ભ.ધ.ફ.ઢ.)

માનસિક પરિતાપમાં તમારું તેમજ અન્યનું કામ કરવું પડે. વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતાથી ચિંતા-મુશ્કેલી હળવી થાય. પરંતુ આઠમા રાહુની પ્રતિકૂળતાના કારણે આરોગ્યની બાબતમાં અવારનવાર આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. વાહન શાંતિથી-ધીમેથી ચલાવવું. આંખ-કમરમાં દર્દપીડાથી સંભાળવું પડે. વજન ઉંચકવામાં, ખસેડવામાં, ઉઠવા-બેસવામાં, કપડા પહેરવામાં સંભાળવું પડે. તે સિવાય સાકર, ખાંડ, ગોળ, રસકસના વેપારમાં ધ્યાન રાખવું પડે. તા. ૩ ડિસેમ્બર રવિ શારીરિક-માનસિક અસ્વસ્થતા. ૪ સોમ નોકરી-ધંધાના કામની ચિંતા. ૫ મંગળ વિચારોની દ્વિધા-અસ્થિરતા. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ આનંદ. ૭ ગુરૃ ભાગિતિથિએ આકસ્મિક ચિંતા-ઉપાધિ. ૮ શુક્ર આરોગ્યની અસ્વસ્થતા. ૯ શનિ ચિંતા-વ્યથામાં રાહત.

મકર (ખ.જ.)

સાંસારીક પ્રશ્નમાં, વિવાહ-લગ્નના પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય કામમાં, રાજકીય કામમાં, વ્યવહારમાં ચિંતા-મુશ્કેલી અનુભવાય. મસ્તક-ગરદન-કમરમાં દર્દપીડા વધુ પડતા કામથી-દોડધામથી અનુભવાય. રાત્રિના ઉજાગરા-અનિંદ્રા, ખાવાપીવાની અનિયમીતતા હાનિકર્તા બની રહે. નોકરી-ધંધામાં કે રાજકીય-વ્યવહારિક કામમાં, પ્રસંગમાં નાણાંકીય કામગીરી-જવાબદારીમાં તમે મુશ્કેલીમાં મૂકાવ, નુકસાન થાય, વિવાદ-અપયશ થાય. તા. ૩ ડિસેમ્બર રવિ દત્ત જયંતી - વ્રતની પૂનમે સંતાનનું કામ થાય, ખરીદી થાય. ૪ સોમ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા. ૫ મંગળ વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ સાનુકૂળતા. ૭ ગુરૃ માનસિક વ્યગ્રતા-ઉચાટ. ૮ શુક્ર શારીરિક-માનસિક શ્રમ-થાક. ૯ શનિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ.)

હૃદય-મનની પ્રસન્નતા રહે તેવું કામકાજ થાય. નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય, આવક થાય, ધંધામાં વધારો થાય. આકસ્મિક કોઇ કામ થાય. મુલાકાત-ચર્ચા વિચારણામાં પ્રગતિ જણાય. સરકારી-રાજકીય કામમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા જાય. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ, ઉપરી અધિકારી, સહકાર્યકર, કર્મચારી-કારીગરવર્ગના સહયોગ-સંબંધમાં કામની પ્રગતિ થાય. તા. ૩ ડિસેમ્બર રવિ વ્રતની પૂનમે - દત્ત જયંતીએ કામકાજમાં સાનુકૂળતા. ૪ સોમ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ. ૫ મંગળ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં વાણીની મીઠાશ રાખવી. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ આનંદ-ઉત્સાહ રહે. ૭ ગુરૃ ભાગિતિથિએ અસ્વસ્થતા રહે. ૮ શુક્ર આરોગ્યની કાળજી રાખવી. ૯ શનિ વધારાનું કામ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

શારીરિક-માનસિક શ્રમ-થાક અનુભવાય. નાણાંનો વ્યય થાય. ઈચ્છા-અનિચ્છાએ કામ કરતા હોવ તેમ લાગે અથવા કરવું પડે છે તેમ લાગ્યા કરે. સગા-સબંધી-મિત્રવર્ગના કારણે શાંતિ-રાહત જણાય નહીં. બહાર કે બહારગામ જવા આવવામાં માનસિક એકાગ્રતા જાળવવી તેમજ શરીરનું સમતોલન જાળવવું. સંતાનના પ્રશ્નમાં ચિંતા રહ્યા કરે. તે સિવાય બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં સંભાળવું પડે. તા. ૩ ડિસેમ્બર રવિ વ્રતની પૂનમ - દત્ત જયંતીએ ધર્મકાર્ય થાય. ૪ સોમ આકસ્મિક કોઇને મળવાનું થાય. ૫ મંગળ અશાંતિ-ઉદ્વેગ-બેચેની. ૬ બુધ સંકષ્ટ ચતુર્થીએ ભક્તિ-પૂજા-મંત્રજાપથી રાહત. ૭ ગુરૃ પુત્ર-પૌત્રાદિકની ચિંતા રહે. ૮ શુક્ર નોકરી-ધંધામાં ધીરજ-સ્વસ્થતા જાળવવી. ૯ શનિ આરોગ્યની કાળજી રાખવી.
 

Keywords Weekly,Future,02,december,17,

Post Comments