Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શું તમને પણ વાંચેલું યાદ નથી રહેતું? તો અજમાવી જુઓ આ ઉપાય

- જાણો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે કેવી રીતે પોતાની યાદશક્તિ વધારી શકો છો

- આ ઉપાય અજમાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થશે

અમદાવાદ, તા. 17 મે 2018, ગુરુવાર

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આસોપાલવના વૃક્ષથી સકારાત્મક ઉર્જા મળે છે. ઝાડને ઘરની ઉત્તર દિશામાં લગાવવું જોઈએ. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને ઘરની બહાર લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી.

ઘરમાં આસોપાલવનું ઝાડ હોવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. તેમજ આસોપાલવનું ઝાડ હોવાથી કોઈનું અકાળે મૃત્યુ નથી થતું. આ ઝાડથી સૌથી વધારે લાભ થાય છે પરંતું તેના ફાયદા પ્રાપ્ત કરવા માટે તેને યોગ્ય દિશામાં વાવવું જોઈએ.તો જાણો આસોપાલવથી થતા ફાયદા વિશે....

1. બાળકોની યાદશક્તિ માટે-
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો બાળકોની યાદશક્તિ નબળી થઈ ગઈ હોય તો અને જેમને વાંચ્યાં પછી પણ કંઇ યાદ ન રહેતું હોય તો તેમણે દરરોજ થોડાક સમય માટે આસોપાલવના ઝાડની નીચે બેસીને અભ્યાસ કરવો જોઈએ તેનાથી તેમની યાદશક્તિ વધશે. તેની સાથે આસોપાલવની છાલ તથા બ્રહૃમી સમાન માત્રામાં લઈને તેનું ચૂરણ બનાવવું. આ ચૂરણને એક ચમચી સવારે અને એક ચમચી સાંજે દૂધમાં નાંખીને પીવાથી ત્વરીત લાભ મળે છે. યાદશક્તિ પણ વધે છે.

2. સકારાત્મક ઉર્જા માટે-
તમે કેટલાય લોકોના ઘરની બહાર જોયું હશે કે આસોપાલના પાનનું તોરણ બાંધવામાં આવેલું હોય છે. હકીકતમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની બહારના દરવાજા પર અશોકના પાન બાંધીને તેનું તોરણ બાંધવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી. એટલા માટે ઘરના દરવાજાની બહાર આસોપાલવના પાનનું તોરણ બાંધવામાં આવે છે.

3. મહિલાઓની શારિરીક ઉર્જા માટે-
જો ઘરની મહિલાઓ આસોપાલવના ઝાડને દરરોજ જળ ચઢાવે તો તેનાથી લગ્ન જીવન સુખદ રહે છે. આસોપાલવના ઝાડને ઘરમાં લગાવાથી પરિવારની મહિલાઓની શારીરિક અને માનસિક ઉર્જામાં વધારો થાય છે.

4. વ્યવસાયમાં લાભ માટે-
જે લોકોને વેપાર-વ્યવસાયમાં સતત નુકસાન થતું હોય અને તેમનો ધંધો બંધ થવાની તૈયારીમાં હોય તો તે લોકોએ આ ઉપાય કરવો જોઈએ. આસોપાલવના ઝાડના બીજને સ્વચ્છ કરીને ધૂપ અથવા અગરબત્તી કરવી. આંખો બંધ કરીને પોતાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ આ બીજમાં એક બીજનું તાવીજ બનાવીને ગળામાં ધારણ કરવું. બાકી બચેલા બીજને પૈસા મૂકવાની જગ્યા અથવા તિજોરીમાં રાખવા. આ ઉપાય શુક્લ પક્ષના પ્રથમ બુધવારે કરવાનું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

5.કન્યામા લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો-
જો કોઈ છોકરીના લગ્ન ન થતા હોય તો આસોપાલવના મૂળ અને પાંદડાને છોકરીના સ્નાન કરવાના પાણીમાં નાંખી દો. ત્યારબાદ આસોપાલવના પાંદડાંવાળા પાણીથી કન્યાએ સ્નાન કરવું. સ્નાન કર્યા પછી આ પાંદડાંને પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા પીપળાના ઝાડમાં નાંખવા માટે કહેવું. આ પ્રયોગ ઓછમાં ઓછા 41 દિવસ સુધી કરવો. આ ઉપાય શુક્લ પક્ષના પ્રથમ સોમવારથી શરૂ કરી શકાય છે. આમ કરવાથી કન્યાના વિવાહનો યોગ બનવા લાગે છે.

Post Comments